પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયાએ સોમનાથ મંદિરમાં રામ મંદિરની કરી સફાઈ- જુઓ તસ્વીરો
ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગના રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ પીએમ મોદીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ધર્મસ્થાનોની સફાઈના અભિયાનના આહ્વાનને અનુસરતા સોમનાથમાં રામ મંદિરની સફાઈ કરી. જેમા તેમણે કૃષ્ણની પ્રતિમાની સફાઈ કરી હતી. તેમજ રામ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી.

દેશમાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધર્મસ્થાનોની સફાઈ કરવા માટે પીએમ મોદીએ આહ્વાન કર્યુ છે. પીએમ મોદીના આહ્વાનમાં રાજ્યના પાણી પૂરવઠા વિભાગના રાજ્ય મંત્રી કુંવરજી બાવળિયા પણ સહભાગી બન્યા અને સોમનાથમાં આવેલા રામ મંદિર પરિસર તેમજ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની સફાઈ કરી હતી.

દેશમાં 11 દિવસ સુધી પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈ કરવાના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામોની સફાઈની ઝુંબેશ હાથ ધરી છે.

કુંવરજી બાવળિયાએ સોમનાથ સ્થિત રામ મંદિરની સફાઈ કરતા જણાવ્યુ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામ સ્થળોમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરી છે. જેમા હું નસીબદાર છુ કે સોમનાથ દાદાના આંગણામાં આવી પ્રભુ શ્રીરામના પરિસરની સફાઈ કરવાની તક મળી.

કુંવરજી બાવળિયાએ સ્વચ્છતાની ટેવ જીવનમાં કાયમી અપનાવવા અપીલ કરી હતી. આ તકે મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

કુંવરજી બાવળિયાએ શ્રી રામ મંદિરે રામનામ લેખનમાં પણ તેમનું યોગદાન આપ્યુ હતુ.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ સ્વચ્છતા અભીયાનમાં જોડાયા હતા. Input Credit- Yogesh Joshi- Gir Somnath