સિબિલ સ્કોર ખરાબ છે અને લોન નથી મળી રહી? આ 5 ઓપ્શન તમારા માટે ‘ગેમચેન્જર’ સાબિત થઈ શકે છે
જો તમારો CIBIL સ્કોર ખરાબ હોય, તો બેંકમાંથી લોન મેળવવી ખૂબ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં, તમારી પાસે બીજા ઘણા વિકલ્પો છે, જેની મદદથી તમે ઓછા CIBIL સ્કોર સાથે પણ લોન મેળવી શકો છો.

કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે પૈસાની જરૂર પડી શકે છે. આ પરિસ્થિતિ માટે દરેક વ્યક્તિએ ઇમરજન્સી ફંડ રાખવું જોઈએ પરંતુ કેટલાક લોકો પાસે ઇમરજન્સી ફંડ પણ નથી હોતું, જેના કારણે તેમની પાસે બેંકમાંથી લોન લેવા સિવાય બીજો કોઈ ઓપ્શન બચતો નથી.

એવામાં જો તમારો CIBIL સ્કોર ખરાબ હોય, તો બેંક પાસેથી લોન મેળવવી ખૂબ જ મુશ્કેલ બની શકે છે. CIBIL સ્કોર ખરાબ હોવાથી બેંક તમને લોન આપવાનો ઇનકાર કરી શકે છે અથવા તો તમને ખૂબ ઊંચા વ્યાજ દરે લોન મળી શકે છે. આવી સ્થિતિમાં, તમારી પાસે બીજા પણ ઘણા વિકલ્પો છે, જેના થકી તમે ઓછા CIBIL સ્કોર સાથે પણ લોન મેળવી શકો છો.

Joint Loan: જો તમારો CIBIL સ્કોર ખરાબ હોય, તો તમે જોઇન્ટ લોન લઈ શકો છો. જો કે, આ લોન મેળવવા માટે તમારે એવી વ્યક્તિ સાથે લોન લેવી પડશે, જેનો CIBIL સ્કોર સારો હોય. આ કિસ્સામાં, બેંક તમને લોન આપી શકે છે.

NBFC Loan: જો તમને બેંકમાંથી લોન ન મળી શકે, તો તમે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) પાસેથી લોન લઈ શકો છો. ઓછા CIBIL સ્કોર સાથે તમે NBFC પાસેથી લોન તો લઈ શકો છો પરંતુ તેમાં વ્યાજ દર વધુ હોઈ શકે છે.

Advance Salary Loan: ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને 'એડવાન્સ સેલેરી લોન' આપી રહી છે. આમાં કંપની તમારા પગારના આધારે લોન આપે છે. લોનની રકમ તમારા પગારના 2 થી 3 ગણી સુધી હોઈ શકે છે.

Gold Loan: જો તમારી પાસે સોનું છે, તો તમે બેંકમાંથી ગોલ્ડ લોન પણ લઈ શકો છો. આમાં તમારા CIBIL સ્કોરને ધ્યાનમાં નહીં લેવામાં આવે અને લોનના વ્યાજ દર પણ ઓછા હોય છે.

Loan On FD: જો તમારી પાસે બેંકમાં FD હોય, તો તમે તેની સામે લોન લઈ શકો છો. આમાં પણ તમારો CIBIL સ્કોર જોવામાં આવતો નથી. ખાસ વાત એ છે કે, લોનની રકમ FD રકમના 90% સુધીની હોઈ શકે છે.
આ પણ વાંચો: EPFO માં મોબાઇલ નંબર બદલાઈ ગયો છે? ચિંતા ના કરશો, ઘરે બેઠા બે મિનિટમાં સુધારો થઈ જશે
