મીનાક્ષી શેષાદ્રી 80 અને 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. જો કે, કારકિર્દીની ટોચ પર આવીને તેણે લગ્ન કર્યા અને યુએસ શિફ્ટ થઈ ગઇ. જોકે મીનાક્ષી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે વાતચીત કરતી રહે છે.
1 / 5
હવે મીનાક્ષીએ પોતાનો નવો ફોટો શેર કર્યો છે જેનાથી ફેન્સ ચોંકી ગયા છે. અભિનેત્રી એકદમ અલગ દેખાઈ રહી છે. આ ફોટો શેર કરતા મીનાક્ષીએ જણાવ્યું કે તેણે નવો હેરકટ કરાવ્યો છે.
2 / 5
તમને જણાવી દઈએ કે મીનાક્ષી છેલ્લે વર્ષ 1998માં સ્વામી વિવેકાનંદ ફિલ્મમાં જોવા મળી હતી. લગ્નને લઈને મીનાક્ષીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં વિચાર્યું કે મારે મારા પતિ સાથે અમેરિકામાં રહેવું જોઈએ અને કામ કરવા ઈન્ડિયા આવવું જોઈએ. પરંતુ બંને બાબતો બની શકી નહીં. મારી પાસે ઘણી ઑફર્સ હતી, પરંતુ મેં ના પાડી.
3 / 5
જણાવી દઈએ કે મીનાક્ષીએ 1995માં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ સાથે લગ્ન કર્યા હતા.
4 / 5
મીનાક્ષીએ હીરો, જુર્મ, ઘાયલ, ઘાતક, દામિની જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.