Fact: દુનિયાનો કયો દેશ ભારતીયોને સૌથી વધુ પગાર આપે છે? નામ જાણશો તો ચોંકી જશો
જ્યારે પણ આપણે વિદેશમાં કામ કરતા ભારતીયો વિશે વાત કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના નામ મોખરે આવે છે. હવે પ્રશ્ન એ છે કે, વિશ્વના કયા દેશો ભારતીયોને સૌથી વધુ પગાર આપે છે?

ભારત એક એવો દેશ છે કે, જ્યાંથી મોટી સંખ્યામાં લોકો કામ કરવા માટે વિદેશ જાય છે. વિદેશમાં કામ કરવા પાછળનું સૌથી મોટું કારણ સારો પગાર અને સારી જીવનશૈલી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપિયન દેશોમાં પણ ભારતીયોની સંખ્યા વધી છે.

ઘણા ભારતીયો નોકરી માટે વિદેશ જાય છે. આનું મુખ્ય કારણ એ જ છે કે, તેમને ત્યાં સારો પગાર મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ એવા દેશો વિશે કે જ્યાં ભારતીયોને સૌથી વધુ પગાર મળે છે.

સ્વિટ્ઝર્લૅન્ડ વિશ્વની શ્રેષ્ઠ અને મજબૂત અર્થવ્યવસ્થાઓમાંનું એક ગણાય છે, જ્યાં ભારતીયોને સૌથી વધારે અને આકર્ષક પગાર મળતો હોવાનું જોવા મળે છે. સ્વિટ્ઝર્લૅન્ડ ફાઇનાન્સ, બેંકિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઘડિયાળ બનાવવા જેવા ક્ષેત્રો માટે જાણીતું છે. અહીં સરેરાશ પગાર વાર્ષિક 1.74 કરોડ રૂપિયા સુધીનો હોઈ શકે છે.

આ ઉપરાંત, જો તમે એશિયાના કોઈ દેશમાં સૌથી વધુ પગાર શોધી રહ્યા છો, તો જાપાન તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જાપાનમાં IT, સોફ્ટવેર અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં કામ કરતા ભારતીયોને ખૂબ સારો પગાર મળે છે. અહીં એક વર્ષમાં સરેરાશ 36 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.

આઇસલેન્ડ એક યુરોપિયન દેશ છે, જ્યાં વિદેશીઓને કામ કરવા બદલ ખૂબ જ સારો પગાર મળે છે. અહીં ભારતીય કામદારોને ટુરિઝમ અને હોસ્પિટાલિટીના સેક્ટરમાં કામ કરવાની તક મળે છે. આઇસલેન્ડમાં કામ કરવાથી વાર્ષિક સરેરાશ 60 લાખ રૂપિયાનો પગાર મળી શકે છે, જે યુરોપના બાકીના દેશો કરતા ઘણો વધારે છે.

વધુમાં લક્ઝમબર્ગ એક નાનો દેશ છે પરંતુ ભારતીયોને અહીં સારો પગાર મળે છે. લક્ઝમબર્ગમાં તમે બેંકિંગ, ટેલિકોમ્યુનિકેશન અને ફાઇનાન્સ ક્ષેત્રમાં કારકીર્દી બનાવી શકો છો. અહીં સરેરાશ વાર્ષિક 68 લાખ રૂપિયાનો પગાર મળી શકે છે.

હોંગકોંગને વિશ્વનું સૌથી મોટું ફાઇનાન્સિયલ હબ માનવામાં આવે છે. અહીં કામ કરતા ભારતીયોને દર મહિને સરેરાશ $4,175 (લગભગ 3.51 લાખ રૂપિયા) પગાર મળે છે. સિંગાપોર પણ એક એવો દેશ છે, જ્યાં ભારતીયોને ખૂબ જ સારો પગાર મળે છે. અહીં સરેરાશ પગાર $4,765 (લગભગ રૂ. 4 લાખ) પ્રતિ માસ છે.

અમેરિકામાં દર વર્ષે હજારો ભારતીયો કામ કરવા જાય છે. IT, મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભારતીયોને અમેરિકન કંપનીઓમાં કામ કરીને વાર્ષિક રૂ. 57 લાખ સુધીનો સરેરાશ પગાર મળે છે. આ જ કારણ છે કે, અમેરિકામાં નોકરી મેળવવા માટે ભારતીયોમાં દોડધામ ચાલી રહી છે.
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
