AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક રાત, એક રૂમ અને કિંમત 2.32 લાખને પાર… હોટલોમાં રોકાવું હવે સામાન્ય માણસના ગજા બહાર, મોંઘા ભાવ પાછળનું કારણ શું?

ફેબ્રુઆરીમાં હોટલોના ભાડામાં તોતિંગ ઉછાળો આવ્યો છે, જેમાં પ્રતિષ્ઠિત હોટલોનું એક રાતનું ભાડું ₹2.32 લાખને પાર પહોંચી ગયું છે. જો તમે એમ માનતા હોવ કે, હોટલના આ આસમાને પહોંચેલા ભાવ પાછળ T20 વર્લ્ડ કપ કે વેલેન્ટાઇન વીક જવાબદાર છે, તો તમે ખોટા છો. વાસ્તવમાં, આ ઉછાળા પાછળનું અસલી કારણ કંઈક બીજું જ છે.

| Updated on: Feb 12, 2026 | 4:39 PM
Share
દેશની રાજધાની દિલ્હી ફેબ્રુઆરી 2026માં માત્ર રાજકીય કે રાજદ્વારી હલચલનું કેન્દ્ર જ નહીં રહે પરંતુ લક્ઝરી હોટલોના ભાવની બાબતમાં પણ નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી 'ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026' (India AI Impact Summit 2026) એ રાજધાનીના હોટલ માર્કેટનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.

1 / 10
ભારત મંડપમમાં આયોજિત આ વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંમેલનમાં વિશ્વભરમાંથી હજારો પ્રતિનિધિઓ આવવાના નક્કી છે. સંમેલન પહેલા જ 35 હજારથી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. આ ભારે માંગને કારણે દિલ્હીની ફાઈવ સ્ટાર અને અલ્ટ્રા-લક્ઝરી હોટલો હાઈ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

2 / 10
ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં કેટલીક હોટલોના ભાડાએ સૌને ચોંકાવી દીધા છે. રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ દિલ્હીની પ્રતિષ્ઠિત હોટલ ઈમ્પીરિયલમાં 16 ફેબ્રુઆરીની એક રાત માટે રૂમનું બેઝ ભાડું આશરે 1.97 લાખ રૂપિયા નોંધાયું છે, જેમાં ટેક્સ ઉમેર્યા બાદ કુલ રકમ 2.32 લાખ રૂપિયાથી વધુ સુધી પહોંચી ગઈ છે.

3 / 10
વધુમાં હયાત રીજન્સીમાં આ જ સમયગાળા દરમિયાન રૂમનું ભાડું પ્રતિ રાત્રિ આશરે 50 હજાર રૂપિયાની આસપાસ લિસ્ટ થયેલું છે, જ્યારે લીલા પેલેસમાં ટેક્સ સહિત રેટ લગભગ 78 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે.

4 / 10
બુકિંગ ટ્રેન્ડ્સ જણાવે છે કે, શાંગરી-લા ઇરોસ હોટલ 18 ફેબ્રુઆરી માટે અત્યારથી જ સંપૂર્ણ ભરાઈ ગઈ છે. 16 ફેબ્રુઆરી માટે અહીં એક રૂમનું ભાડું ટેક્સ સહિત આશરે 89 હજાર રૂપિયા સુધી જોવા મળ્યું છે. ITC મૌર્ય, તાજ પેલેસ અને લીલા પેલેસ જેવી હોટલો પીક સીઝન પ્રાઈસિંગની સાથે મર્યાદિત ઉપલબ્ધતામાં રૂમ ઓફર કરી રહી છે.

5 / 10
હોટલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મેનેજરોનું કહેવું છે કે, સંમેલનના અંતિમ બે દિવસ સૌથી વધુ દબાણવાળા છે. ધ લલિત સૂરી હોસ્પિટાલિટી ગ્રુપ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, 19 અને 20 ફેબ્રુઆરી માટે ઘણી પ્રોપર્ટીઝ લગભગ 'સોલ્ડ આઉટ' (સંપૂર્ણ બુક) ની સ્થિતિમાં છે. સુઈટ્સથી લઈને પ્રીમિયમ રૂમ્સ સુધી, દરેક કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની મજબૂત માંગ જોવા મળી રહી છે.

6 / 10
ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 (India AI Impact Summit 2026) ને અત્યાર સુધીના સૌથી મોટા વૈશ્વિક એઆઈ આયોજનોમાં ગણવામાં આવી રહ્યું છે. આમાં 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ, 15 થી 20 હેડ્સ ઓફ સ્ટેટ અથવા ગવર્મેન્ટ, 50 થી વધુ મંત્રીઓ અને 40 થી વધુ મોટી વૈશ્વિક તેમજ ભારતીય કંપનીઓની ભાગીદારી નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ હાઈ-પ્રોફાઇલ ઉપસ્થિતિએ હોટલ ઉદ્યોગને મજબૂત તક આપી છે.

7 / 10
હોટલ ઓપરેટરોના જણાવ્યા અનુસાર, સામાન્ય દિવસોની સરખામણીમાં સમિટના સમયગાળા દરમિયાન રૂમના દરોમાં 30 થી 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ઇંડસ્ટ્રી માને છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અપેક્ષા કરતા નબળા બિઝનેસ પછી ફેબ્રુઆરીની આ ઈવેન્ટ રેવન્યુ બેલેન્સ કરવામાં મદદ કરશે.

8 / 10
જો કે, વધતા ભાડા અંગે હોટલ સંગઠનોનો એક અલગ પક્ષ પણ સામે આવ્યો છે. દિલ્હી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર એસોસિએશન, કરોલ બાગના પ્રેસિડેન્ટ લવલીન આનંદે જણાવ્યું કે, એઆઈ સમિટ સંબંધિત મોટાભાગના બુકિંગ ત્રણ મહિના પહેલા જ થઈ ગયા હતા અને તે સમયે રેટ્સ સામાન્ય હતા. તેમના મતે, મીડિયામાં દેખાઈ રહેલી ઊંચી કિંમતો કુલ બુકિંગનો એક મર્યાદિત હિસ્સો હોઈ શકે છે, જે લગભગ 10 ટકાની આસપાસ હોય.

9 / 10
નિષ્ણાતોનું માનવું છે કે, આ હાઈ-પ્રોફાઇલ સમિટથી હોટલ અને ટ્રાવેલ ઉદ્યોગને મોટો આર્થિક ફાયદો ચોક્કસ થશે પરંતુ સામાન્ય ઘરેલું મુસાફરો તેમજ પ્રવાસીઓ માટે ફેબ્રુઆરીના આ દિવસો દિલ્હીમાં રોકાવા માટે અત્યંત મોંઘા સાબિત થઈ શકે છે.

10 / 10

આ પણ વાંચો: Breaking News : HBL એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીને મળ્યો મહત્વપૂર્ણ ઓર્ડર, આ શેર પર રોકાણકારોની નજર, જાણો વિગત

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા

ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video

વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના

રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક

નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે

g clip-path="url(#clip0_868_265)">