AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !

છોટઉદેપુર જિલ્લામાં નળ સે જળ યોજના કાગળો સુધી મર્યાદિત રહી ગઈ હોવાની સ્થિતિ સામે આવી છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
Nal Se Jal Scheme Under Scrutiny in Chhota Udaipur Bhoradha Village
| Updated on: Feb 13, 2026 | 7:15 PM
Share

છોટઉદેપુર જિલ્લામાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના હોવા છતાં ગામડાંઓ સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

કેન્દ્ર સરકારની જલ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ભોરધા ગામમાં પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘરોમાં નળ તો લગાવવામાં આવ્યા છે, પરંતુ આજદિન સુધી તેમાં પાણી આવ્યું નથી.

લગભગ 5 હજારની વસ્તી ધરાવતા ભોરધા ગામમાં લોકો પહેલા હેન્ડપંપ પર નિર્ભર હતા. જોકે હેન્ડપંપ બગડી જતા તેની મરામત અંગે માત્ર વચનો આપવામાં આવ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. યોગ્ય કાર્યવાહી ન થતાં હાલ ગ્રામજનોને દૂર ખેતરોમાં જઈ કૂવા અથવા બોરવેલમાંથી પાણી લાવવાની મજબૂરી ઊભી થઈ છે.

પંચાયતના સભ્યોએ દાવો કર્યો છે કે પાણી સમસ્યા અંગે સંબંધિત અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. અધિકારીઓ પોતાની જવાબદારીથી પલ્લો ઝાડતા હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનોમાં અસંતોષ વધ્યો છે.

મહત્વનું છે કે કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણની જવાબદારી સંબંધિત વિભાગો અને સ્થાનિક તંત્ર પર હોય છે. તેમ છતાં ભોરધા ગામમાં નળ સે જળ યોજના અસરકારક રીતે અમલમાં ન આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ સંબંધિત અધિકારીએ પંચાયત સભ્યો સાથે ચર્ચા કરી સમસ્યાનો નિકાલ લાવવાનો વિશ્વાસ આપ્યો છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">