AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri : ભક્તિ અને સેવાનો અનોખો સંગમ, જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો

Mahashivratri : ભક્તિ અને સેવાનો અનોખો સંગમ, જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2026 | 9:26 PM
Share

જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં સંત ભંડારા અને અન્નક્ષેત્રે ભક્તિ-સેવાનો અદ્ભુત સંગમ રચ્યો. શ્રી કેશવાનંદ બાપુ અન્નક્ષેત્રમાં પૂજ્ય માં કનકેશ્વરી દેવીના સાનિધ્યે હજારો સાધુ-સંતોએ ભોજન પ્રસાદ લીધો.

જૂનાગઢની પાવન ધરામાં યોજાયેલા સંત ભંડારાએ મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ સર્જ્યો. મોટી સંખ્યામાં સંતો અને શ્રદ્ધાળુઓની હાજરીથી સમગ્ર વાતાવરણ ભજન, ભક્તિ અને સેવાભાવથી ગુંજાયમાન બન્યું હતું.

જૂનાગઢની ધરા સદીઓથી ભજન અને ભક્તિના સંગમ તરીકે ઓળખાય છે. મહાશિવરાત્રીના પાવન પર્વ દરમિયાન અહીં લાખો ભક્તો ઉમટી પડે છે. ભક્તોની સુવિધા અને સેવાભાવના હેતુથી દર વર્ષે અવિરત અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે, જેમાં કોઈપણ ભેદભાવ વિના સૌને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

આ વર્ષે શ્રી કેશવાનંદ બાપુ અન્નક્ષેત્રમાં પૂજ્ય માં કનકેશ્વરી દેવીના સાનિધ્ય હેઠળ સંતો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રી મેળાના ત્રીજા દિવસે અગ્નિ, જૂના અને આવાહન અખાડાના હજારો સાધુ-સંતોએ ભંડારામાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

મહત્વનું છે કે 11 થી 16 ફેબ્રુઆરી દરમિયાન જૂનાગઢમાં લાખો શ્રદ્ધાળુઓ માટે અવિરત ભોજન પ્રસાદની સેવા સતત ચાલુ રહેશે. આ સેવાકાર્ય દ્વારા ભક્તોને આધ્યાત્મિક સંતોષ સાથે માનવસેવાનો અનુભવ પણ પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ દ્વારા પણ અન્નક્ષેત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભંડારા અને અન્નક્ષેત્રમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ ભોજન પ્રસાદ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ગુજરાતના 5 અમીર બિઝનેસમેન કોણ? જાણવા માટે અહીં ક્લિક કરો..

Published on: Feb 13, 2026 09:09 PM
g clip-path="url(#clip0_868_265)">