AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘બિયર અને મગફળી’નું કોમ્બિનેશન… માત્ર સ્વાદ જ નહીં, તેની પાછળ છુપાયેલું છે એક ‘ખાસ કારણ’

કેટલાક લોકો મગફળીને બિયરના મગ કે તેના ગ્લાસમાં નાખીને પણ ખાતા હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બિયરના ગ્લાસમાં મગફળીના દાણા ક્યારેય ડૂબતા નથી, તે હંમેશા તેમાં તરતા રહે છે. આખરે, બિયરમાં મગફળીના દાણા કેમ તરે છે?

| Updated on: Feb 13, 2026 | 10:53 AM
Share
બિયર પીતી વખતે લોકો વિવિધ પ્રકારની વાનગીઓનું સેવન કરતા હોય છે. આ પ્રક્રિયામાં ઘણા લોકો મગફળીને ખૂબ પસંદ કરે છે. બિયરની સાથે મગફળીનું કોમ્બિનેશન ઘણા લોકોને ગમતું હોય છે. આવા સમયે લોકો અનેક પ્રકારની મગફળી (રોસ્ટેડ કે સોલ્ટેડ) ખાતા હોય છે.

1 / 6
સૌ પ્રથમ તો તમને જણાવી દઈએ કે, બિયર સાથે નમકીન મગફળી સ્વાદ વધારવા અને હેંગઓવરને ઓછો કરવાના હેતુથી ખાવામાં આવે છે. નમકીન મગફળી બિયરની કડવાશને ઓછી કરીને તેને પીવાલાયક બનાવે છે. એવો દાવો કરવામાં આવે છે કે, તેમાં રહેલા પ્રોટીન અને ફેટ આલ્કોહોલના શોષણને (Absorption) ધીમું કરે છે, જેના કારણે નશો ધીમેથી ચઢે છે અને ડિહાઇડ્રેશન (Dehydration) રોકવામાં મદદ મળે છે. આ જ કારણ છે કે, મોટાભાગના લોકો બિયરની સાથે મગફળી ખાવાનું પસંદ કરે છે.

2 / 6
સામાન્ય રીતે ભારતમાં પણ કેટલાક લોકો બિયરમાં મગફળી નાખીને પીવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે, આર્જેન્ટિનામાં બિયરમાં મગફળી નાખવાનો એક ટ્રેન્ડ છે. આર્જેન્ટિનામાં બિયરમાં મગફળી નાખવાની પરંપરા મુખ્યત્વે મનોરંજન અને એક વૈજ્ઞાનિક ઘટનાને કારણે લોકપ્રિય છે, જેને 'ડાન્સિંગ પીનટ્સ' (નાચતી મગફળી) કહેવામાં આવે છે.

3 / 6
બિયરમાં નાખવામાં આવેલી મગફળી પહેલા નીચે બેસી જાય છે, ત્યારબાદ બિયરના કાર્બન ડાયોક્સાઇડના પરપોટા તેની સપાટી પર જમા થઈને તેને ઉપર ઉઠાવે છે, જેનાથી તે નાચતી હોય તેવું લાગે છે. આ જોવામાં લોકોને ખૂબ આનંદ આવે છે અને તેઓ તેની મજા માણતા બિયર પી શકે છે.

4 / 6
રિસર્ચ ગેટ (Research Gate) નામની વેબસાઇટ પર બ્રાઝિલિયન સંશોધક લુઇઝ પરેરાના હવાલાથી બિયરમાં મગફળીના તરવા અથવા નાચવા વિશે જણાવવામાં આવ્યું છે. સંશોધકો જણાવે છે કે, મગફળી બિયરની તુલનામાં વધુ ઘટ્ટ (Dense) હોવાથી તે પહેલા ગ્લાસના તળિયે બેસી જાય છે, ત્યારબાદ દરેક મગફળી એક 'ન્યુક્લિએશન સાઇટ' (Nucleation site) બની જાય છે.

5 / 6
તેની સપાટી પર કાર્બન ડાયોક્સાઇડના સેંકડો નાના-નાના પરપોટા બને છે, જે તેને ઉપરની તરફ ખેંચવામાં મદદરૂપ થાય છે. પરપોટા કાચની દીવાલ કરતા મગફળી પર બનવાનું વધુ પસંદ કરે છે. વધુમાં, જ્યારે પરપોટા સપાટી પર પહોંચે છે, ત્યારે તે ફૂટી જાય છે. મગફળી ફરી નીચે ડૂબકી લગાવે છે અને નવા બનેલા પરપોટા દ્વારા ફરીથી ઉપરની તરફ ધકેલવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન મગફળી નાચતી હોય તેમ દેખાય છે અને આ ત્યાં સુધી ચાલુ રહે છે, જ્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડ ખતમ ન થઈ જાય અથવા કોઈ બિયર પીને આ પ્રક્રિયામાં ખલેલ ન પહોંચાડે.

6 / 6
Disclaimer: દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, તેનાથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો: નાળિયેરની અંદર પાણી ક્યાંથી આવે છે? કેવી રીતે બને છે આ કુદરતી પીણું? જાણો આ અદ્ભુત ચમત્કાર પાછળનું સંપૂર્ણ રહસ્ય

નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ

‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા

સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે

રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે

“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”

ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ

g clip-path="url(#clip0_868_265)">