ખાલી પેટે લવિંગનું પાણી પીવાના અદભૂત ફાયદા, જાણીને ચોંકી જશો
દિવસની શરૂઆત તાજગી અને નવી ઊર્જાની લાગણી સાથે થવી જોઈએ. આવી શરૂઆત માટે એવી વસ્તુનું સેવન કરો જે શરીર અને મન બંનેને સક્રિય અને પ્રસન્ન બનાવે.

લવિંગને માત્ર સ્વાદ વધારવા માટે નહીં, પરંતુ આરોગ્ય લાભ માટે પણ ઉપયોગમાં લેવાય છે, ખાસ કરીને તેનું પાણી પીવાથી અનેક આરોગ્ય સમસ્યાઓમાં ફાયદો થાય છે. (Credits: - Canva)

સવારના સમયે ખાલી પેટે લવિંગનું પાણી પીવું પાચનતંત્ર માટે લાભદાયક ગણાય છે. તે પાચન સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓને સક્રિય બનાવી પાચન પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. (Credits: - Canva)

ખાલી પેટે લવિંગના પાણીનું સેવન કરવાથી પાચન સંબંધિત ઘણી મુશ્કેલીઓમાં આરામ મળી શકે છે. ખાસ કરીને ગેસ, પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓમાં તે ઉપયોગી સાબિત થાય છે. ( Credits: Getty Images )

લવિંગમાં રહેલા પ્રાકૃતિક એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો શરીરમાંથી ટૉક્સિન દૂર કરવામાં સહાયરૂપ બને છે, જે લીવરના સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે. રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં લગભગ સાત લવિંગ પલાળી અને ઢાંકીને રાખવું. સવારે તે લવિંગ પાણી પીવું. ખાસ કરીને જેમને લીવર સંબંધિત તકલીફો હોય, તેમને માટે આ ઘરેલું ઉપાય ફાયદાકારક રહી શકે છે. ( Credits: Getty Images )

લવિંગમાં મોજૂદ પોષક તત્ત્વો જેમ કે મેંગેનીઝ, વિટામિન C અને વિટામિન K શરીરની ઇમ્યુનિટી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તત્ત્વો શરીરને આંતરિક રીતે સશક્ત બનાવે છે અને શરદી કે વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. (Credits: - Canva)

જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો લવિંગનું પાણી તમને એ પ્રક્રિયામાં મદદરૂપ બની શકે છે. રોજ રાત્રે 3થી 4 લવિંગ એક ગ્લાસ પાણીમાં નાખી તેને ઢાંકી રાખો અને સવારે ખાલી પેટે તે પાણી પીઓ. લવિંગને ચાવીને સીધું પણ સેવન કરી શકાય છે. વધુ અસર માટે તમે લવિંગ સાથે તજ અને જીરું મેળવીને હળવે ફ્રાય કરો અને પછી તેને પીસી પાવડર બનાવો. આ મિશ્રણને પાણીમાં ઉકાળી પીવાથી મેટાબોલિઝમ વધે છે. જો સ્વાદ તીખો કે કડવો લાગે તો તેમાં થોડી માત્રામાં મધ કે ગોળ પણ ઉમેરી શકો છો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
