Business Idea : હવે નોકરી પડતી મુકો ! ₹30,000ના રોકાણથી આ ધંધો શરૂ કરો, મહિને ₹60,000 છાપતા થઈ જશો
બેકરી આઈટમ્સનો વ્યવસાય આજકાલ ખૂબ જ લોકપ્રિય અને નફાકારક બની રહ્યો છે. પાવ, કૂકીઝ, કેક, પેઈસ્ટ્રી જેવી વસ્તુઓ શહેરો હોય કે ગામડાઓ, દરેક જગ્યાએ ડિમાન્ડમાં રહે છે.

બેકરી આઈટમ્સનો બિઝનેસ ઓછા રોકાણ સાથે શરૂ કરી શકાય છે. તમે આ બિઝનેસથી ધીરે ધીરે સારો એવો નફો મેળવી શકો છો. સામાન્ય રીતે ₹30,000 થી ₹50,000ના અંદાજે આ બિઝનેસ શરૂ કરી શકાય છે.

આ બિઝનેસથી તમે રોજના અંદાજિત ₹800 થી ₹2,000 જેટલા કમાઈ શકો છો. મહિને તમે ₹25,000 થી ₹60,000 જેટલું કમાઈ શકો છો, જો તમે રિટેલ ઉપરાંત હોટલ, સ્કૂલ કે ઓફિસમાં તમારી પ્રોડક્ટ સપ્લાય કરો છો તો આવકમાં ઘણો વધારો થઈ શકે છે.

આ વ્યવસાય માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, બિઝનેસ લાઈસન્સ, દુકાનના દસ્તાવેજો અને FSSAI ફૂડ લાઈસન્સ હોવું જરૂરી છે. મોટા લેવલે બિઝનેસ કરવા અથવા તો તમારી આવક ₹20 લાખ કે તેથી વધુ થાય તો GST રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

સાધનોની વાત કરીએ તો આ બિઝનેસમાં ઓવન, મિક્સર, બ્રેડ કેકના મોલ્ડ, કાઉન્ટર, ફ્રીઝ અને પેકિંગ સામગ્રી જેવી વસ્તુઓની તમને જરૂર પડશે.

આ ઉપરાંત Indiamart અને બીજી ઘણી B2B એપ્લિકેશન થકી પણ તમે માલ-સામાન મંગાવી શકો છો. જો તમે પોતે કોઈ બેકરી પ્રોડક્ટ ઘરેથી બનાવવા માંગો છો, તો તે તમે સરળતાથી શરૂ કરી શકો છો.

તમે YouTube, Udemy, Skillshare જેવી જગ્યાઓ પરથી bakery products બનાવવાની ટ્રેનિંગ લઈ શકો છો. આ અમુક શહેરોમાં ઓફલાઇન ક્લાસ પણ ઉપલબ્ધ હોય છે.

માર્કેટિંગ માટે તમે WhatsApp, Facebook, Instagram પર પ્રોડક્ટ્સ પોસ્ટ કરો, ઓફર્સ આપો, પેમ્ફલેટ છપાવો અને નજીકના ચા-દૂધના ધંધાવાળાઓને તમારી બેકરી આઇટમ્સના નમૂનાઓ આપો.

બેકરી વ્યવસાય ઓછા રોકાણમાં શરૂ થઈ શકે છે અને સતત ડિમાન્ડમાં રહે છે. આ બિઝનેસ યોગ્ય રીતે કરવામાં આવે તો તમે સારા એવા પૈસા કમાઈ શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
