દાદીમાની વાતો: મૃત્યુ પછી તુલસીનું પાન અને ગંગાજળ મોંમાં કેમ મુકવામાંઆવે છે? જાણો તેનું મહત્ત્વ
ભારતના દરેક રાજ્યમાં અલગ-અલગ રિવાજોનું પાલન કરવામાં આવે છે. બાળકના જન્મથી લઈને તેના મૃત્યુ પછી પણ ઘણા રિવાજોનું પાલન કરવામાં આવે છે. મૃત્યુ સમયે એક રિવાજ એ છે કે મૃત્યુ પામેલા વ્યક્તિના મોંમાં તુલસી અને ગંગાજળ નાખવામાં આવે છે.

મૃત્યુ પછી મોંમાં ગંગાજળ કેમ નાખવામાં આવે છે?: હિન્દુ ધર્મમાં નદીના પાણીને પવિત્ર માનવામાં આવે છે. તેથી જ પૂજા હોય કે કોઈ પણ વિધિ સૌ પ્રથમ પૂજા સામગ્રી અને ભક્તને પાણીથી શુદ્ધ કરવામાં આવે છે. સ્નાન પણ આનો એક ભાગ છે. પરંતુ બધા જ પાણીમાં ગંગા નદીનું પાણી સૌથી પવિત્ર માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે ગંગાને સ્વર્ગની નદી કહેવામાં આવે છે.

ગંગા નદી વિશે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે તે ભગવાન વિષ્ણુના ચરણમાંથી ઉદ્ભવી છે અને શિવની જટામાં તેનો વાસ છે. મૃત્યુ સમયે મોંમાં ગંગાજળ રાખવાથી આત્મા શરીર છોડી દે ત્યારે વધુ પીડા થતી નથી. એવું પણ માનવામાં આવે છે કે મોંમાં ગંગાજળ રાખવાથી મૃત્યુના દૂતો પરેશાન થતા નથી અને આત્માની આગળની યાત્રા સરળ બને છે. ગંગાનું પાણી બેક્ટેરીયાને પણ વધતા અટકાવે છે.

તુલસીના પાન પણ મહત્વપૂર્ણ છે: મૃત્યુ સમયે ગંગાજળની સાથે એક બીજી વસ્તુ મોંમાં રાખવામાં આવે છે. તે છે તુલસીનું પાન. ધાર્મિક દ્રષ્ટિકોણથી તુલસીનું ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે તુલસી હંમેશા ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા છે. યમરાજ તુલસી મોંમા ધારણ કરતા વ્યક્તિને તકલીફ આપતા નથી. વ્યક્તિને મૃત્યુ પછીના જીવનમાં યમદંડનો સામનો કરવો પડતો નથી, તેથી મૃત્યુ સમયે તુલસીના પાન મોંમાં રાખવામાં આવે છે. તેને આત્માની શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આનાથી મૃત્યુ પામેલા વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે.

ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ આનું એક વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ છે. તુલસી એક એવી દવા છે જે ઘણા રોગોમાં અસરકારક છે. મૃત્યુ સમયે તુલસીના પાન મોંમાં રાખવાથી જીવનનો ત્યાગ કરતી વખતે થતી પીડામાંથી રાહત મળે છે. કારણ કે તે સાત્વિક ભાવ જાગૃત કરે છે. બેક્ટેરીયાનો પણ નાશ કરે છે.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)
અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.






































































