WPL 2025 : 3 ઓવર, 3 રન આઉટ અને ત્રણેય વિવાદાસ્પદ નિર્ણયો, થર્ડ અમ્પાયરને કારણે WPLમાં વિવાદ
એક મેચ પરંતુ તેમા રન આઉટના 3 વિવાદિત નિર્ણયો સામે આવ્યા છે. તે પણ માત્ર 15 બોલમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં થર્ડ અમ્પાયરના આ 3 નિર્ણયો પર હવે સવાલો ઉભા થયા છે.

એક, બે નહિ પરંતુ 3 રન આઉટ અને ત્રણેય માત્ર 15 બોલમાં. પરંતુ દરેક વખતે, થર્ડ અમ્પાયર ગાયત્રી વેણુગોપાલે રન-આઉટ અપીલ ફગાવી દીધી. પરિણામ એ આવ્યું કે દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લા બોલે જીતવામાં સફળ રહી. 15 ફેબ્રુઆરીના રોજ DC vs MI વચ્ચેની મેચ માટે થર્ડ અમ્પાયરના આ નિર્ણય પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે.WPL 2025 એક મોટો વિવાદ સામે આવ્યો છે.

કેટલાક ક્રિકેટ નિષ્ણાતોને અમ્પાયરના નિર્ણય સામે વાંધો છે. મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ગુસ્સે છે કારણ કે, તેમની ટીમને ત્રીજા અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજને લાગે છે કે, 3 નહિ પરંતુ 2 ખેલાડી શિખા પાંડે અને રાધા યાદવ સાથે જોડાયેલ રનઆઉટના 2 નિર્ણય તો મુંબઈ ઈન્ડિયન્સની ફેવરમાં જોવા મળતા હતા.

તેમણે આ વાત જિયો હોટસ્ટાર પર કોમેન્ટ્રી દરમિયાન કહી હતી. મિતાલી રાજે કહ્યું શિખા પાંડેને નોટ આઉટ આપવામાં આવ્યો હતો. જ્યારે તેનું બેટ ક્રીઝની અંદર નહીં પણ લાઇન પર હતું.તો ચાલો હવે આપણે એક એક કરીને વાત કરીએ તો રન આઉટની 3 ઘટના DC vs MI મેચ દરમિયાન ક્યારે ક્યારે થઈ? રન આઉટ સાથે જોડાયેલો પહેલો વિવાદિત નિર્ણય શિખા પાંડે સાથે જોડાયેલો છે. આ ઘટના 18મી ઓવરના ચોથા બોલ પર થયો હતો. જેમાં શિખા અને નિકી રન લેવામાં સફળ રહી હતી. પરંતુ મુંબઈની ટીમે તેને રન આઉટને લઈ અપીલ કરી હતી. એવું લાગી રહ્યું હતુ કે, શિખા પાંડે આઉટ છે કારણ કે, તેનું બેટ ક્રીઝની અંદર દેખાતું ન હતુ. પરંતુ થર્ડ અમ્પાયરને રિપ્લે જોયા બાદ લાગ્યું કે, શિખા આઉટ નથી.

મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરને આ નિર્ણય પસંદ ન આવ્યો અને ગુસ્સામાં તે ફીલ્ડ અમ્પાયર પાસે નિર્ણય પર ચર્ચા કરતી જોવા મળી હતી. પરંતુ આ વિવાદિત નિર્ણય 4 બોલ બાદ વધુ એક રન આઉટ અપીલ શિખા પાંડે વિરુદ્ધ થઈ અને તેને પણ રન આઉટ આપવામાં આવી હતી.

વિવાદાસ્પદ રન આઉટ નિર્ણય સંબંધિત આગામી કેસ રાધા યાદવ સાથે સંબંધિત હતો. આ ઘટના 18.5 ઓવરમાં બની હતી. આ વખતે પણ રાધાના બેટને જોઈને એવું લાગ્યું કે જાણે તે હવામાં હોય. પરંતુ થર્ડ અમ્પાયર ગાયત્રી વેણુગોપાલને મુંબઈ ઈન્ડિયન્સની રન આઉટ અપીલ ફગાવી દીધી અને તેને રન આઉટ જાહેર કર્યો. આ જીવન દાનનો ફાયદો ઉઠાવતા, રાધા યાદવે બીજા જ બોલ પર છગ્ગો ફટકાર્યો.

રન આઉટના વિવાદાસ્પદ નિર્ણય સાથે સંબંધિત ત્રીજો અને છેલ્લો મુદ્દો અરુંધતી રેડ્ડી સાથે સંબંધિત હતો. આ ઘટના મેચના છેલ્લા બોલ પર બની હતી. પહેલી નજરે એવું લાગતું હતું કે રેડ્ડીનું બેટ લાઈન પર છે. પરંતુ, રિપ્લે જોયા પછી, થર્ડ અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો.
વુમન્સ પ્રીમિયર લીગ 2025 સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
