AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત શહેરમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ, જુઓ વીડિયો

Breaking News : સુરત શહેરમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2026 | 12:39 PM
Share

સુરત શહેરમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિવારના સભ્યોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઝેરયુક્ત લાડુનો પ્રસાદ બનાવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિવાર બહાર ગયું હતુ તે દરમિયાન કોઈ વ્યક્તિએ દરવાજા પર ઝેરયુક્ત પ્રસાદ લટકાવી હતી. પરિવારે ઘરે આવ્યા બાદ આ પ્રસાદને આરોગ્ય હતો. ઝેરયુક્ત પ્રસાદથી પરિવારના સભ્યનો તબિયત લથડી હતી.ધાર્મિક પ્રસાદના નામે પરિવારને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતુ.

લાડુ ખાધા બાદ તબિયત લથડી

સુરતમાં ધાર્મિક આસ્થાના પ્રતિક સમાન પ્રસાદનો ઉપયોગ કરીને એક આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ થયો છે.ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં રહેતા એક પરિવારને અજાણ્યા શખ્સો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પ્રકરણમાં હવે પોલીસે CCTVના આધારે પાંચ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે.

ઉત્રાણ વિસ્તારમાં આવેલી લક્ઝુરિયસ સોસાયટી પૈકીની એક ‘શાલીગ્રામ હાઇટ્સ’માં ગોરધનભાઇ વશરામભાઇ ડોંડા પોતાના પરિવાર સાથે રહે છે.લાડુ ખાધા બાદ તબિયત વધુ બગડતા તાત્કાલિક અસરથી ત્રણેય
વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આ કૃત્ય કોઈ બહારની વ્યક્તિ કરતા પણ પરિવારના કોઈ જાણભેદુ અથવા અંગત અદાવત રાખનાર વ્યક્તિનું હોઈ શકે છે. પ્રસાદ ક્યારે મૂકવો, કયા સમયે પરિવાર ઘરે હશે અને કઈ રીતે શંકા ન જાય તે રીતે લાડુ આપવા, આ તમામ બાબતો પૂર્વઆયોજિત કાવતરા તરફ ઈશારો કરે છે.હવે એ સવાલ છે કે, ઝેરી યુક્ત પ્રસાદ પાછળ કોનું ષડયંત્ર છે.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">