ચૂંટણી સમયે જ AMTSએ ખોલી તંત્રની પોલ, ગોતામાં ખોદાયેલા ખાડામાં બસ ખાબકતા તંત્ર સામે સવાલો
શ્રીપદ રેસીડેન્સી પાસે પાણીની લાઇનનું કામ બન્યું આફત; ત્રીજી વખત લાઇન તૂટતા રસ્તાની હાલત બિસમાર
અમદાવાદના ગોતા વિસ્તારમાં વિકાસના નામે ચાલી રહેલું ખોદકામ હવે જનતા માટે જોખમી બન્યું છે. પાણીની લાઇન માટે ખોદાયેલા ખાડામાં એએમટીએસ બસ ફસાતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી ઉઘાડી પડી છે અને અનેકો સવાલ ઊભા કર્યા છે.
શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે જ ગોતા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગોતામાં શ્રીપદ રેસીડેન્સી નજીક ઘણા સમયથી પીવાના પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રોડ પર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે.
આજે સવારે મુસાફરો ભરેલી એએમટીએસ બસ અચાનક આ ખાડામાં ખાબકી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં ત્રીજી વખત લાઇન તોડવામાં આવી હોવાથી રોડની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. વારંવારના ખોદકામ અને યોગ્ય પુરાણના અભાવે આ માર્ગ વાહનચાલકો માટે ‘ડેથ ટ્રેપ’ સમાન બન્યો છે. ચૂંટણી ટાણે જ બનેલી આ ઘટનાએ તંત્રના ‘સ્માર્ટ સિટી’ના દાવાઓની પોલ ખોલી નાખી છે.
(ઈનપુટ ક્રેડિટ: સચિન પાટિલ)
“ટેક્સ ઉઘરાવો છો તો સુવિધા ક્યાં?”, 565 ફ્લેટના રહિશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
