જસપ્રીત બુમરાહ એશિયા કપમાં નહીં રમે? આ કારણોસર ટુર્નામેન્ટમાંથી થઈ શકે બહાર
એશિયા કપ 2025માં જસપ્રીત બુમરાહના રમવા અંગે એક મોટો અહેવાલ બહાર આવ્યો છે. વર્કલોડને કારણે જસપ્રીત બુમરાહનું એશિયા કપ 2025માં રમવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. આ અંગે બૂમરાહ, ગંભીર, અગરકર અને BCCI જલ્દી નિર્ણય લેશે.

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ દરમિયાન જસપ્રીત બુમરાહને ટીમ ઈન્ડિયા છોડવી પડી હતી. ટીમ મેનેજમેન્ટે તેમના વર્કલોડને મેનેજ કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. હવે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તેના વિશે એક મોટો અહેવાલ બહાર આવી રહ્યો છે.

આ અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ એશિયા કપ 2025માં રમતો જોવા મળશે નહીં. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ કાં તો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અથવા તે ટેસ્ટ ક્રિકેટને મહત્વ આપશે.

વાસ્તવમાં, એશિયા કપની ફાઈનલ 29 સપ્ટેમ્બરે રમાશે અને ટીમ ઈન્ડિયા 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડીઝ સામે પહેલી ટેસ્ટ મેચ રમવાની છે. જો બુમરાહ એશિયા કપ રમે છે, તો તે વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.

BCCIના સૂત્રએ જણાવ્યું હતું કે, ''જો બુમરાહ એશિયા કપમાં રમે છે, તો તે પછી તેને એક મહિનાનો વિરામ આપવામાં આવશે અને ત્યારબાદ તે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચ રમી શકે છે. આ નિર્ણય અજિત અગરકર અને ગૌતમ ગંભીરે લેવાનો છે.

આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે બુમરાહને ટેસ્ટ ક્રિકેટ ગમે છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ પણ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી T20નો સવાલ છે, તો બુમરાહ જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે શ્રેણી રમી શકે છે, જેથી તે T20 વર્લ્ડ કપ 2026 માટે પણ તૈયારી કરી શકે.

જસપ્રીત બુમરાહ માટે પણ આ નિર્ણય લેવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેણે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ત્રણ મેચમાં ભાગ લીધો છે. હવે એશિયા કપ 2025માં જસપ્રીત બુમરાહ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. (All Photo Credit : PTI / GETTY)
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહ તેના વર્કલોડ મેનેજમેન્ટને લઈ હાલ ચર્ચામાં છે, જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
