ICC rule book EP 15 : ચાલુ મેચમાં અચાનક ઈનિંગ રોકવાનો ક્રિકેટનો અનોખો નિયમ
ક્રિકેટ એ માત્ર રમત નથી, પણ ભારતમાં અને વિશ્વભરમાં લાખો લોકોના દિલ સાથે જોડાયેલી લાગણીઓ છે. ક્રિકેટના ઘણા નિયમો એવા હોય છે જે સામાન્ય દર્શકોને સમજવા થોડા મુશ્કેલ લાગે છે. એવો જ એક ખાસ નિયમ છે - Declaration and Forfeiture. આવો, સમજીએ કે આ નિયમ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે.

જ્યારે બેટિંગ કરનારી ટીમનો કેપ્ટન સમજે કે હવે ટીમે પૂરતા રન બનાવી લીધા છે, ત્યારે તે ઈનિંગને જલદી પૂરું કરવાની ઘોષણા કરી શકે છે. આ પ્રક્રિયાને "Declaration" કહેવામાં આવે છે.

જ્યારે બેટિંગ કરનારી ટીમના કેપ્ટનને લાગે કે હવે એટલા રન બની ગયા છે કે આગળ બેટિંગ કરવાની જરૂર નથી, ત્યારે તે ઈનિંગ બંધ કરવાની જાહેરાત કરે છે. આ જાહેરાત માત્ર ત્યારે કરી શકાય છે જ્યારે રમતમાં થોડીવાર માટે રમત બંધ હોય. એવું કરવાથી ટીમ બીજી વાર બેટિંગ નહીં કરે.

Forfeitureનો અર્થ એ થાય કે કેપ્ટન ઈનિંગ્સ શરૂ કર્યા વિના જ તેને છોડી દે છે. એટલે કે, તે ઈનિંગ રમ્યા વિના જ સીધી આગળની ગેમ ચાલુ કરે છે. આ પણ એક વ્યૂહાત્મક નિર્ણય હોઈ શકે છે.

Declaration અથવા Forfeiture કર્યા બાદ કેપ્ટને એ નિર્ણય એમ્પાયર અને સામેની ટીમના કેપ્ટનને જણાવવો પડે છે. એકવાર જાણ કર્યા પછી એ નિર્ણય પાછો ખેંચી શકાય નહીં.

આ નિયમનો ઉપયોગ મુખ્યત્વે ટેસ્ટ મેચોમાં થાય છે. ODI કે T20 જેવી મર્યાદિત ઓવર્સની મેચોમાં આ નિયમ લાગુ પડતો નથી. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
