રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવતા જ આ ખેલાડીને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો
રોહિત શર્માને ODI કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો, સાથે જ તેના વિશ્વાસુ ખેલાડીને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. અમે તે ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ જેણે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જાણો કોણ છે આ ખેલાડી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત સાથે ભારતીય પસંદગીકારોએ રોહિત શર્માને ODI કેપ્ટનશીપમાંથી દૂર કર્યો અને શુભમન ગિલની નિમણૂક કરી. જોકે, સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ હતો કે રોહિતના વિશ્વાસુ ખેલાડી અને ચેમ્પિયન્સ ટ્રોફીના હીરોને પણ ODI ટીમમાંથી દૂર કરવામાં આવ્યો.

અમે વરુણ ચક્રવર્તી વિશે વાત કરી રહ્યા છીએ, જેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમાનારી ODI શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. વરુણ ચક્રવર્તી આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતનો હીરો હતો.

વરુણ ચક્રવર્તીએ ભારતને 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મદદ કરી. વરુણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર હતો. તેણે ત્રણ મેચમાં ત્રણ ઈનિંગમાં નવ વિકેટ લીધી, તેની બોલિંગ સરેરાશ 15.11 હતી. તેણે એક ઈનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

ચક્રવર્તીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની સફળતાનો શ્રેય રોહિતને આપ્યો. 7 ઓક્ટોબરે મુંબઈમાં CEAT એવોર્ડ સમારોહમાં T20 ઈન્ટરનેશનલ બોલર ઓફ ધ યર તરીકે પસંદ કરાયેલા ચક્રવર્તીએ કહ્યું કે તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગીની અપેક્ષા નહોતી. તે રોહિતનો આભારી છે કે તેણે વિશ્વાસ કર્યો અને તક આપી.

વરુણ ચક્રવર્તીએ છેલ્લે આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે વનડે રમી હતી. તેણે અત્યાર સુધીમાં ફક્ત ચાર વનડે રમી છે, જેમાં તેણે 10 વિકેટ લીધી છે, જેમાંથી નવ વિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં લીધી છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભલે વરુણ ચક્રવર્તીની ODI ટીમમાં પસંદગી ન થઈ હોય, પરંતુ તેને T20I શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે. તેણે તાજેતરના T20I એશિયા કપમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં વરુણ ચક્રવર્તીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. (All Photo Credit : PTI / GETTY)
T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટેલિયા પ્રવાસમાં ખેલાડી તરીકે રમશે. રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
