રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સહિત આ ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ કરાવ્યો, જાણો કોણે પાસ કર્યો
ટેસ્ટ અને ટી-20 ઈન્ટરનેશનલથી સંન્યાસ લઈ ચૂકેલા રોહિત શર્મા છેલ્લી વખત આઈપીએલ 2025માં રમતો જોવા મળ્યો હતો. હવે તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં રમતો જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયાના વનડે કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સહિત અનેક ખેલાડીઓ બેંગ્લોર સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સ પહોચ્યા છે. જ્યાં તેનો ફિટનેસ ટેસ્ટ થઈ રહ્યો છે. આ દરમિયાન બધાની નજર રોહિત શર્મા પર છે.

રિપોર્ટ મુજબ રોહિત શર્માએ કોઈ પણ મુશ્કેલી વગર આ ટેસ્ટ પાસ કરી લીધો છે. તેની સાથે-સાથે શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને જિતેશ શર્મા જેવા ખેલાડીઓ પણ આ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં સફળ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, 30 અને 31 ઓગસ્ટના રોજ તમામ ખેલાડીઓનો ટેસ્ટ થયો હતો. હાલમાં બીસીસીઆઈએ ખેલાડીઓના ફિટનેસની તપાસ માટે યો-યો ટેસ્ટની સાથે બ્રોન્કો ટેસ્ટ પણ સામેલ કર્યો હતો. હાલમાં એ સ્પષ્ટ થયું નથી કે, આ ખેલાડીઓએ બ્રોન્કો ટેસ્ટ કર્યો કે નહી. પરંતુ રિપોર્ટ મુજબ તમામ ખેલાડીઓનો યો-યો ટેસ્ટ જરુર થયો છે. જેમાં બધા પાસ થયા છે.

ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધા બાદ રોહિત શર્મા પાસે હાલમાં કોઈ અસાઈન્મેન્ટ નથી પરંતુ તે ઓક્ટોમ્બરમાં વનડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, શુભમન ગિલ માટે પણ આ ફિટનેસ ટેસ્ટ ખુબ જરુરી હતો. ગિલ તાવ આવવાના કારણે દલીપ ટ્રોફી 2025માંથી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થયો હતો.

પીટીઆઈ અનુસાર, સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટનેસ ટેસ્ટ કોઈપણ સમસ્યા વગર પાસ કરનારા અન્ય ખેલાડીઓમાં મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
