ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચી
ભારતીય ક્રિકેટ ટીમ એક નવા જોસ અને ઉત્સાહ સાથે ઈંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. અહી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમશે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં યુવા ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર ઈતિહાસ રચવા માટે તૈયાર છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ આ પ્રવાસ ભારતીય ક્રિકેટના એક નવા યુગની શરુઆત છે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પણ ભાગ છે. જૂન થી ઓગસ્ટ સુધી ચાલશે.

આ પ્રવાસ પર ભારતીય ટીમ એક નવા યુગની શરુઆત કરી રહી છે, કારણ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છો.શુભમન ગિલ આ સીરિઝમાં ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. રોહિત અને વિરાટની ગેરહાજરીમાં ગિલ પર મોટી જવાબદારી છે. આ સિવાય રવિચંદ્રન અશ્વિને પણ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

યુવા ખેલાડીઓ પાસે પોતાની પ્રતિભા દેખાડવાની તક છે. ગિલની સાથે વાઈસ કેપ્ટન પંત અને યશસ્વી જ્યસ્વાલ,કે.એલ રાહુલ,રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ આ પડકારને સ્વીકારવા અને પોતાનું પ્રદર્શન દેખાડવા તૈયાર છે.ભારતે ઈંગ્લેન્ડમાં છેલ્લી વખત 2007માં ટેસ્ટ સીરિઝ જીતી હતી. આ બાદ જીતનો સ્વાદ ચાખ્યો નથી.

આ વખતે ગિલની કેપ્ટનશીપમાં ટીમ પાસે ઈતિહાસને બદલવાની તક છે.સીરિઝ પહેલા તૈયારી માટે અનેક ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. 8 જૂનથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કેપ શરુ કરશે. જેમાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે.

જો આપણે ટીમ ઈન્ડિયાના સ્કવોડની વાત કરીએ તો શુભમન ગિલ કેપ્ટન, પંત વિકેટકીપર અને વાઈસકેપ્ટન, યશસ્વી જ્યસ્વાલ,કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન,કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા,ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર,શાર્દુલ ઠાકુર,જસપ્રીત બુમરાહ,મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ,અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ

આપણે ભારત અને ઈંગ્લેન્ડના ટેસ્ટ શેડ્યુલની વાત કરીએ તો. પહેલી ટેસ્ટ 20-24 જૂન લીડ્સ, બીજી ટેસ્ટ મેચ 2-6 જુલાઈ બર્મિગહામ, ત્રીજી ટેસ્ટ 10-14 જુલાઈ લોર્ડસ,ચોથી ટેસ્ટ 23-27 જુલાઈ મૈનચેસ્ટર અને છેલ્લી અને પાંચમી ટેસ્ટ 31 જુલાઈ થી 4 ઓગસ્ટ, કેનિંગ્ટન ઓવલમાં રમાશે.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો



























































