T20 World Cup 2024 : પાકિસ્તાનને ધૂળ ચટાવનાર અમેરિકાની ટીમમાં 5 ભારતીય ખેલાડી, 3 તો ગુજરાતી છે, જુઓ ફોટો

પાકિસ્તાનને અમેરિકાએ ટી20 વર્લ્ડકપમાં હાર અપાવી છે. અમેરિકાને જીત અપાવનાર કેટલાક મૂળ ભારતીય ખેલાડીઓ પણ છે. જેનું મહત્વનું યોગદાન રહ્યું છે. તો ચાલો જોઈએ આ ગુજરાતી ખેલાડી પણ કોણ છે.

| Updated on: Jun 07, 2024 | 1:17 PM
ટી20 વર્લ્ડકપ 2024માં 6 જૂનના રોજ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી. જેમાં એક ખેલાડીની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે.  આ ખેલાડી અમેરિકાની ટીમનો નીતિશ કુમાર છે. જેમણે 14 બોલમાં 14 રન બનાવ્યા છે અને ટીમને જીત અપાવી છે. તેના છેલ્લા બોલ પર ચોગ્ગો જતા મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી.

1 / 8
 ટી20 વર્લ્ડકપ  2024નો પહેલો ઉલટફેર અમેરિકાની ટીમે કર્યો છે. મેજબાન દેશે પાકિસ્તાનને બીજી મેચમાં હાર આપી છે.સુપર ઓવરમાં પહોંચેલી મેચમાં અમેરિકાએ 18 રન અને પાકિસ્તાની ટીમે 13 રન બનાવી શકી હતી.તમને જણાવી દઈએ કે, અમેરિકાની વર્લ્ડકપ ટીમમાં કેટલાક ભારતીય અને મૂળ ભારતીય ખેલાડીઓ પણ છે. જેમાંથી 5 ખેલાડીએ મહત્વની ભૂમિકા નિભાવી છે. તો ચાલો કોણ છે આ ખેલાડી તેના વિશે જણાવીએ.

2 / 8
અમેરિકાની ટીમના કેપ્ટન મોનાંક પટેલની વાત કરીએ તો તેનો જન્મ ગુજરાતના આણંદમાં થયો છે. તે ગુજરાત માટે અંડર-16, અંડર-18 ક્રિકેટ રમી ચુક્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં અડધી સદી ફટકારતા તેની પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

3 / 8
પહેલું નામ મિલિંદ કુમાર પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હતો પરંતુ સુપર ઓવરમાં તેમણે ઈફ્તિખાર અહમદનો શાનદાર કેચ લીધો હતો. દિલ્હીમાં જન્મેલા મિલિંદ 2020 સુધી ભારતમાં ક્રિકેટ રમતો હતો. આઈપીએલમાં તે દિલ્હી અને આરસીબીની સાથે હતો. 2018-19માં રણજી સીઝનમાં 8 મેચમાં મિલિંદે 1331 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 4 અડધી સદી સામેલ છે.

4 / 8
સૌરભ નેત્રાવલકરનો જન્મ મુંબઈમાં થયો છે, તે ભારતના અંડર 19 વર્લ્ડ કપમાં પણ રમી ચૂક્યો છે. મુંબઈ માટે રણજીમાં પણ તેને તક મળી હતી. માસ્ટર્સ કરવા માટે તે અમેરિકા ગયો અને ત્યાં જ જોબ કરવા લાગ્યો હતો. સુપર ઓવરમાં ટીમને જીત અપાવવા સિવાય મેચમાં તેમણે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ પણ લીધી હતી.

5 / 8
સ્પિનર નોસ્તુશ કેજિગની સ્ટોરી થોડી અલગ છે. તેનો જન્મ અમેરિકામાં થયો છે, પરંતુ એક વર્ષથી પણ ઓછી ઉંમરમાં તે ભારત આવ્યો હતો. ભારતમાં જ તે  ક્રિકેટ શીખ્યો અને 2015માં 33 વર્ષના કેંજિગ અમેરિકામાં પરત ફર્યો હતો. તેમણે 30 રન આપી ઉસ્માન ખાન,શાદાબ ખાન અને આઝમ ખાનની વિકેટ લીધી હતી.

6 / 8
 નીતિશ કુમારનો જન્મ કેનેડામાં થયો હતો. તે કેનેડા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ પણ રમી ચુક્યો છે. નીતિશના માતા અને પિતા ભારતના છે. અમેરિકાને છેલ્લા બોલ પર જીત માટે 5 રનની જરુર હતી. નિતીશે ચોગ્ગો મારી આ મેચને સુપર ઓવરમાં પહોંચાડી હતી.

7 / 8
 જો આપણે ટી20 વર્લ્ડકપના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો સૌથી પહેલા અમેરિકા 4 પોઈન્ટ સાથે નંબર વન પર છે. ત્યારબાદ બીજા નંબર પર ભારતીય ક્રિકેટ ટીમ 2 પોઈન્ટ સાથે છે. ત્રીજા સ્થાને પાકિસ્તાન, કેનેડા અને પાંચમાં નંબર પર આયરલેન્ડની ટીમ છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">