AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024માં આ ટીમે બનાવ્યો શરમજનક રેકોર્ડ, ટીમ માત્ર 39 રનમાં ઓલઆઉટ થઈ

વેસ્ટઈન્ડિઝની ટીમે યુગાન્ડા વિરુદ્ધ ગ્રુપસીમાં 134 રનના અંતરથી જીત મેળવી લીધી છે. આ મેચમાં વેસ્ટઈન્ડિઝે પહેલા બેટિંગ કરી 173 રનનો સ્કોર કર્યો હતો.જેનો પીછો કરવા ઉતરેલી યુગાંડાની ટીમ નાના સ્કોરમાં આઉટ થઈ ગઈ હતી.

| Updated on: Jun 09, 2024 | 11:35 AM
ટી20 વર્લ્ડકપ 2024માં ગ્રુપ સીમાં વેસ્ટઈન્ડિઝ અને યુગાંડા વચ્ચે મેચ રમાશે. આ મેચમાં વેસ્ટઈન્ડિઝની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 173 રનનો સ્કોર કર્યો હતો.

1 / 5
174 રનનો ટાર્ગેટ પૂ્ર્ણ કરવા મેદાનમાં ઉતરેલી ટીમ માત્ર 39 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જે ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં કોઈ ટીમે બનાવેલો સૌથી નાનો સ્કોર છે.નેધરલેન્ડની ટીમે વર્ષ 2014માં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં શ્રીલંકા વિરુદ્ધ મેચમાં 39 રનના સ્કોરમાં આઉટ થઈ હતી.

2 / 5
વેસ્ટઈન્ડિઝ માટે જોનસન ચાર્લ્સે 42 બોલમાં 44 રન બનાવ્યા હતા. ટી20માં વેસ્ટઈન્ડિઝે પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. યુગાંડાના બેટ્સમેન જુમા મિયાગી અણનમ રહેતા 13 રનની ઈનિગ્સ રમી હતી. તેના સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યું ન હતું.

3 / 5
તમને જણાવી દઈએ કે, 2 વખતની ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝે ટી20 વર્લ્ડકપમાં શાનદાર શરુઆત કરી છે. ટીમે પોતાની બંન્ને મેચ જીતી લીધી છે. વેસ્ટઈન્ડિઝની ટીમ 4 પોઈન્ટ સાથે અફઘાનિસ્તાન બાદ ગ્રુપ સીમાં બીજા સ્થાન પર છે. જ્યારે યુંગાડાની ટીમ એક જીત અને 2 હાર સાથે ત્રીજા સ્થાન પર છે.

4 / 5
વેસ્ટ ઈન્ડિઝ તરફથી અકીલ હુસૈને તેની 4 ઓવરમાં 11 રન આપીને 5 વિકેટ લીધી હતી, જ્યારે અલ્ઝારી જોસેફે 2 વિકેટ લીધી હતી જ્યારે રોમારિયો શેફર્ડ, આન્દ્રે રસેલ અને ગુડાકેશ મોતીએ 1-1 વિકેટ લીધી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">