T20 Asia Cup : ભારતનો પાકિસ્તાન પર દબદબો, T20 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને આટલી વખત ધૂળ ચટાવી , જુઓ રેકોર્ડ
ટી20 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં મેચ રમાશે. ટી20 એશિયા કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ અત્યારસુધી કોનું પલડું ભારે રહ્યું છે. તેના વિશે આપણે વિસ્તારથી જાણીએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ રમાય છે. તો બંન્ને દેશા ચાહકો ખુબ ઉત્સાહિત હોય છે. તેનો ઉત્સાહ અનોખો હોય છે. હવે બંન્ને ટીમો એશિયા કપ 2025માં રમતી જોવા મળશે. જેમાં 14 સપ્ટેમ્બરના રોજ બંન્ને વચ્ચે મેચ રમાશે. આ મોટી ટૂર્નામેન્ટ માટે બંન્ને ટીમના સ્ક્વોડની જાહેરાત થઈ ચૂકી છે.

T20ઈન્ટરનેશલ મેચમાં ભારતે પાકિસ્તાન સામે 10 મેચ જીતી છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે T20I ક્રિકેટમાં અત્યારસુધી કુલ 13 મેચ રમાય છે.જેમાંથી 10 મેચમાં ભારતે પાડોશી પાકિસ્તાનને ધૂળ ચટાવી છે. તો પાકિસ્તાન માત્ર 3 મેચ જ જીતી શક્યું છે. ત્યારે T20I ક્રિકેટમાં ભારતીય ટીમનું પલડું પાકિસ્તાન કરતા ભારે છે.

બંન્ને ટીમો વચ્ચે છેલ્લી ટી20 મેચ ટી20 વર્લ્ડકપ 2024ના રોજ રમાય હતી. જેમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવી હતી. જેમાં જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ લીધી હતી. અને ટીમને મેચ જીતાડી હતી.

બંન્ને ટીમો વચ્ચે છેલ્લી ટી20 મેચ ટી20 વર્લ્ડકપ 2024ના રોજ રમાય હતી. જેમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવી હતી. જેમાં જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ લીધી હતી. અને ટીમને મેચ જીતાડી હતી.

ટી20 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. તો વાઈસ કેપ્ટનની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે. ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે.

જેમાં જસપ્રીત બુમરહાની વાપસી થઈ છે. આગામી એશિયા કપ માટે ભારતીય ટીમ યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવા માંગે છે જેથી T20 વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ તૈયારીઓ કરી શકાય.ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી દીધી છે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
