SMAT 2021: બોલરોએ પણ જબરદસ્ત પ્રદર્શન વડે જમાવ્યુ આકર્ષણ, હવે IPL ઓક્શનમાં આ ખેલાડીઓ પર થશે ધનવર્ષા

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Muhstaq Ali Trophy) માં આ વખતે બેટ્સમેનોની સાથે સાથે બોલરોએ પણ પોતાની તાકાત બતાવી હતી. ટુર્નામેન્ટમાં ઘણા બોલરો દ્વારા રેકોર્ડ પ્રદર્શન જોવા મળ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 9:05 AM

તમિલનાડુએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021 (Syed Muhstaq Ali Trophy 2021) ની ફાઇનલમાં કર્ણાટકને હરાવીને ટાઇટલ જીત્યું. આગામી વર્ષની IPLની મેગા હરાજી પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓની નજર આ ટુર્નામેન્ટ પર હતી. ઘણા બોલરોએ પોતાના શાનદાર પ્રદર્શનથી હરાજી માટે મજબૂત દાવો રજૂ કર્યો છે.

1 / 6
હૈદરાબાદના ચમા વી મિલિંદ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. મિલિંદે ટૂર્નામેન્ટમાં સાત મેચ રમી હતી, જેમાં તેણે 18 વિકેટ ઝડપી હતી. તેણે ઉત્તર પ્રદેશ સામે 8 રનમાં 5 વિકેટ લીધી હતી અને ઉત્તરાખંડ સામે પણ પાંચ વિકેટ લીધી હતી.

2 / 6
ચેપુરાપલ્લી સ્ટીફન આ યાદીમાં બીજા નંબર પર છે, જેણે પાંચ મેચમાં 14 વિકેટ લીધી હતી. આંધ્ર પ્રદેશના આ ફાસ્ટ બોલરે 9.07ની એવરેજથી 127 રન આપ્યા હતા.

3 / 6
આ યાદીમાં હિમાચલ પ્રદેશના કેપ્ટન ઋષિ ધવન ત્રીજા સ્થાને છે. આ ઓલરાઉન્ડરે પોતાની બોલિંગથી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા અને છ મેચમાં 14 વિકેટ લીધી હતી. ધવન IPLનો હિસ્સો રહી ચૂક્યો છે. તેણે છઠ્ઠી સિઝનમાં પંજાબ કિંગ્સ માટે અને સાતમી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલીક મેચો રમી છે.

4 / 6
વિદર્ભના અક્ષય કર્નેવાર માટે આ સિઝન ઘણી સારી રહી. તેણે વિદર્ભ તરફથી રમતા 8 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. આ સાથે જ સ્પિન બોલરે T20 ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે મણિપુર સામેની મેચમાં 4 ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો.

5 / 6
વિદર્ભના દર્શન નલકાંડે આ યાદીમાં પાંચમા સ્થાને છે. 23 વર્ષીય ફાસ્ટ બોલરે 8 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. દર્શને કર્ણાટક સામેની મેચમાં તેની છેલ્લી ઓવરના ચાર બોલમાં સતત ચાર વિકેટ લીધી હતી. અત્યાર સુધી લસિથ મલિંગા, રાશિદ ખાન અને કર્ટિસ કેન્ફર એવા બોલર છે જેમણે T20માં સતત ચાર બોલમાં ચાર વિકેટ લીધી છે.

6 / 6

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">