T20 World Cup Final: જીતેલી મેચ હારી જતાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓ નિરાશ થયા, જુઓ ફોટો
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024ને ભારતીય ટીમે પોતાને નામ કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સાઉથ આફ્રિકાના હાથમાંથી હારેલી મેચ જીતી લીધી અને 7 રનથી આ જીત પોતાને નામ કરી છે. 17 વર્ષ બાદ ભારતે ટી20 વર્લ્ડકપ પોતાને નામ કર્યો છે.

શનિવારના રોજ બારબાડોસમાં રમાયેલી આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને 7 રનથી હાર આપી છે. હાર બાદ સાઉથ આફ્રિકાના ખેલાડીઓ નિરાશ જોવા મળી રહ્યા હતા.

ફાઈનલમાં જીતેલી મેચ હારી જતાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓ નિરાશ જોવા મળ્યા હતા. ખેલાડીઓના ચેહરા પર આ હારની નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી છે.

સાઉથ આફ્રિકાની ટીમ પર શાનદાર રમી હતી. સાઉથ આફ્રિકાની ટીમ પણ ભારતીય ક્રિકેટ ટીમની જેમ ટી20 વર્લ્ડકપ 2024માં એક પણ મેચ હારી ન હતી પરંતુ ફાઈનલમાં આવી તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

સાઉથ આફ્રિકાની ટીમને ફાઈનલમાં આવી હારનો સામનો કરવો પડ્યો છે. ફરી એક વખત ટીમ આઈસીસીની ટ્રોફી ચૂકી ગઈ છે. સાઉથ આફ્રિકાની ટીમે 1998ના રોજ માત્ર એક વખત આઈસીસી ટ્રોફી જીતી હતી.

સાઉથ આફ્રિકાના સ્પિનર તબરેજ પણ ફાઈનલમાં હાર બાદ દુખી જોવા મળી રહ્યો છે. તેના ચેહરામાં નિરાશા તેમજ આંખોમાં આસું જોવા મળી રહ્યા છે.
