Shikhar Dhawan Family Tree : 2008માં IPLમાં દિલ્હી ડેરડેવિલ્સમાં કર્યુ હતુ ડેબ્યુ, પુત્ર જોરાવર પિતાની જ કોપીપેસ્ટ, ગબ્બરના પરિવાર વિશે જાણો
ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના ક્રિકેટ કરિયરની શરૂઆત ખરાબ રહી હતી. તેમજ તેની પર્સનલ લાઈફ પણ ખુબ જ ચર્ચામાં રહી ચૂકી છે તો આજે તેના પરિવાર વિશે જાણીએ.


ભારતીય ક્રિકેટર શિખર ધવનનો જન્મ 5 ડિસેમ્બર 1985ના રોજ દિલ્હીના પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ મહેન્દ્ર પાલ ધવન છે. તેની માતાનું નામ સુનૈના ધવન છે. તેની એક નાની બહેન શ્રેષ્ઠા છે, જેના લગ્ન 2017માં થયા હતા.

શિખર ધવને 2008માં દિલ્હી ડેયરડેવિલ્સ સાથે આઈપીએલમાં ડેબ્યું કર્યું હતુ. આ સીઝનમાં તેમણે 4 અડધી સદી ફટકારી અને ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. ત્યારબાદ મુંબઈ,સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સમાંથી રમી ચૂક્યો છે.

શિખર ધવન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ માટે કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેમજ સાથે ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે.ધવન ક્રિકેટ જગતનો સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનમાંથી એક છે. 1999-2000માં વિજય મર્ચન્ટ ટ્રોફીમાં દિલ્હી અંડર 16 ટીમની સાથે શિખર ધવને પોતાના ધરેલું ક્રિકેટ કરિયરની શરુઆત કર હતી.

શિખર ધવને 20 ઓક્ટોબર 2010માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યું કર્યું હતુ. ટેસ્ટમાં 14 માર્ચ 2013ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યુ કર્યું અને ટી 20 ડેબ્યુ 4 જુન 2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે કર્યું હતુ. શિખર ધવનનો જર્સી નંબર 25, અને 16 છે. શિખર ધવનને એક બહેન છે જેનું નામ શ્રેષ્ઠા ધવન છે. જેના લગ્ન થઈ ચૂક્યા છે.

શિખર ધવને 30 ઓક્ટોબર 2012ના રોજ મેલબોર્નની આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. 2014માં તેમના પુત્ર જોરાવરનો જન્મ થયો હતો. આયેશાને તેના અગાઉના પતિથી રિયા અને આલિયા નામની બે પુત્રીઓ છે. જો કે, લગ્નના નવ વર્ષ પછી, શિખર ધવન અને આયેશા મુખર્જીએ 2021માં છૂટાછેડા લીધા હતા.

આયેશા મુખર્જી એક ઓસ્ટ્રેલિયન કિકબોક્સર છે, જેનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ હવે તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહે છે. 2012માં તેણે ભારતના ડાબા હાથના બેટ્સમેન શિખર ધવન સાથે લગ્ન કર્યા. 2021માં દંપતીએ છૂટાછેડા માટે અરજી કરી હતી.

































































