AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shane Warne Death: પોર્ન સ્ટાર સાથે કરી હતી મારપીટ, બુકી સાથે ઝડપાયા, જાણો શેન વોર્નના 6 મોટા વિવાદ

શેન વોર્ને (Shane Warne) થાઈલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા. ટેસ્ટ ક્રિકેટમાં 708 વિકેટ લેનાર વોર્ન અચાનક બધાને આ રીતે છોડી દેશે, કોઈએ વિચાર્યું ન હતું. વોર્નના નિધનથી સમગ્ર ક્રિકેટ જગત શોકમાં છે. સચિન થી લઇને સહેવાગ સુધીના સૌ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને શ્રધ્ધાંજલી અર્પી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 11:01 PM
Share

તે બોલર કે જેના બેટ્સમેન તેમની સ્પિન સામે નાચતા હતા, તે ખેલાડી જેની આંગળીઓમાં જાદુ હતો. જે બોલર સામે આખી દુનિયા માથું નમાવતી હતી... તે દિગ્ગજ આજે આ દુનિયામાં નથી રહ્યા. શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન થયું. શેન વોર્નને હાર્ટ એટેક આવ્યો હતો અને શુક્રવારે તેમનું મૃત્યુ થયું હતું. શેન વોર્ને થાઈલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા. ટેસ્ટ ક્રિકેટમાં 708 વિકેટ લેનાર વોર્ન અચાનક બધાને આ રીતે છોડી દેશે, કોઈએ વિચાર્યું ન હતું. વોર્નના નિધનથી સમગ્ર ક્રિકેટ જગત શોકમાં છે. સચિન થી લઇને સહેવાગ સુધીના સૌ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને શ્રધ્ધાંજલી અર્પી રહ્યા છે.

1 / 8
આખી દુનિયા શેન વોર્નને પ્રેમ કરતી હતી. તેમની પાસે જે કલા હતી તે ભાગ્યે જ કોઈની પાસે હતી. મુરલીધરન પછી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર આ બોલર સાચા અર્થમાં જાદુગર હતો. જે બોલ પર તેણે 1993માં માઈક ગેટિંગને આઉટ કર્યો હતો તે બોલને સદીનો શ્રેષ્ઠ બોલ કહેવામાં આવ્યો હતો. મતલબ શેન વોર્ને સદીનો સર્વશ્રેષ્ઠ બોલ ફેંક્યો હતો. જો કે, શ્રેષ્ઠ ક્રિકેટ પ્રતિભા સિવાય, વોર્ન ખોટા કારણોસર પણ ચર્ચામાં હતો. તેની કારકિર્દીમાં એવી ઘણી ઘટનાઓ બની હતી, જેના પછી શેન વોર્ને જાહેરમાં માફી માંગવી પડી હતી. વિવાદોને લઇ તેનુ લગ્નજીવન પણ ભાંગી ગયુ હતુ. આવો તમને બતાવીએ તેના કરિયરના પાંચ મોટા વિવાદ.

2 / 8
વોર્નની કારકિર્દીનો પ્રથમ વિવાદ 1994માં થયો હતો. જ્યારે તે શ્રીલંકાના પ્રવાસ પર માર્ક વો સાથે બુકી સાથે ડીલ કરતો પકડાયો હતો. વોર્ને તે બુકીને પિચની માહિતી અને હવામાન વિશે જણાવ્યું હતુ.

3 / 8
વર્ષ 2000માં શેન વોર્ન બ્રિટિશ નર્સને અશ્લીલ મેસેજ મોકલવાના આરોપમાં ઘેરાયો હતો. નર્સનો આરોપ હતો કે શેન વોર્ન તેને સતત ગંદા મેસેજ મોકલતો હતો. વોર્ન તે સમયે પરિણીત હતો અને તેને બે બાળકો હતા. શેન વોર્ને આ આરોપો સ્વીકારી લીધા હતા અને તેને ઓસ્ટ્રેલિયન ટીમના ઉપ-સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. શેન વોર્ન અન્ય વધુ સેક્સ સ્કેન્ડલ્સમાં સંડોવાયો હતો. વોર્ન પર બ્રિટિશ મહિલા લૌરા સેયર્સને સેક્સની ઓફર કરવાનો પણ આરોપ હતો.

4 / 8
વર્ષ 2007માં વિવાદોથી કંટાળીને પત્નીએ વોર્નને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી શેન વોર્ને બ્રિટિશ અભિનેત્રી લિઝ હર્લીને ડેટ કરવાનું શરૂ કર્યું. શેન વોર્ન અને લિઝ હર્લીની સગાઈ થવાની હતી પરંતુ તે થઈ શક્યું નહીં કારણ કે તે સમયે વોર્ન પણ એક પોર્ન સ્ટારને ડેટ કરી રહ્યો હતો.

5 / 8
સપ્ટેમ્બર 2017માં શેન વોર્ન પર પોર્ન સ્ટાર પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. વોર્ન પર લંડનની નાઈટ ક્લબમાં પોર્ન સ્ટાર વેલેરી ફોક્સ પર હુમલો કરવાનો આરોપ હતો.

6 / 8
શેન વોર્ન 2003 વર્લ્ડ કપ પહેલા ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. શેન વોર્ન પર વજન ઘટાડવા માટે ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો, જે બાદ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વોર્નના જીવનનો આ સૌથી મોટો વિવાદ હતો. આ ઘટના બાદ તે આખી ટીમની સામે રડી પડ્યો હતો.

7 / 8
2013 બિગ બેશ લીગ દરમિયાન, શેન વોર્ને મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર માર્લોન સેમ્યુઅલ્સ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેમાં તેણે ગંદી ગાળો આપી હતી. લાઈવ મેચ દરમિયાન આ ફાઈટમાં વોર્ને સેમ્યુઅલ્સની જર્સી પણ પકડી લીધી હતી. મેચ દરમિયાન વોર્ને તેની તરફ એક થ્રો પણ ફેંક્યો હતો, જે બાદ સેમ્યુઅલ્સે ગુસ્સામાં પોતાનું બેટ ફેંક્યું હતું.

8 / 8

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">