AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં તૈયાર થતી એન્ટી રેડિયેશન દવાઓની પશ્ચિમ એશિયાના દેશોએ કરી માગ, પરમાણુ હુમલાનો ખતરો કે આગોતરી તૈયારી- વાંચો

હાલ દુનિયાના શક્તિશાળી કહેવાતી મહાસત્તાઓ જ્યારે વિનાશક યુદ્ધને નોતરી રહ્યા છે. એક બાદ એક યુદ્ધ છેડી રહ્યા છે ત્યારે ભારત પ્રશિયન બ્લુ જેવી દવાઓ દ્વારા જિંદગી બચાવવાનું કામ કરી રહ્યુ છે. જો પશ્ચિમ એશિયામાં રેડિયેશનનો ખતરો વધશે તો આ દવાઓ લાખો લોકો માટે જીવનદાન સાબિત થઈ શકે છે. પશ્ચિમ એશિયાના દેશોએ  રેડિયેશનની જીવલેણ અસરોથી બચવા માટે ભારતમાં તૈયાર થતી એન્ટી-રેડિયેશન દવાઓની ( પ્રશિયન બ્લુ) માંગ કરી રહ્યા છે. 

ભારતમાં તૈયાર થતી એન્ટી રેડિયેશન દવાઓની પશ્ચિમ એશિયાના દેશોએ કરી માગ, પરમાણુ હુમલાનો ખતરો કે આગોતરી તૈયારી- વાંચો
| Updated on: Mar 30, 2026 | 2:14 PM
Share

હાલ ઈરાન અમેરિકા, ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે ઈરાન દ્વારા પરમાણુ હુમલાનો ખતરો વધી ગયો છે. સાંપ્રત સમયમાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતાને કારણે પરમાણુ યુદ્ધનો ખતરો ફરી એકવાર વિશ્વમાં ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. ઈરાનની અમેરિકા અને ઈઝરાયેલ સામે વધી રહેલી તંગદિલીને જોતા ઈરાન દ્વારા પશ્ચિમ એશિયાના દેશો પર ન્યૂક્લિયર હુમલાની આશંકા જોવાઈ રહી છે. જો આમ થયુ તો ભયાનક સ્થિતિ ઉત્પન્ન થશે. ચારે તરફ રેડિયેશન ફેલાઈ જશે. આ રેડિયેશન એટલી હદે ઘાતક અને જીવલેણ હોય છે કે તેનાથી ન માત્ર માનવ જિંદગીઓ પર પરંતુ આસપાસની સમગ્ર સજીવ સૃષ્ટિ પર તેની ગંભીર અસરો જોવા મળે છે. વૃક્ષો બળી જાય છે. પશુપક્ષીઓ ટપોટપ મરવા લાગે છે અને મનુષ્યો વિકલાંગતા, ભયંકર ચામડીના રોગો અને શરીર પર બળતરા અનુભવે છે.

આ ભયાનક ખતરાની વચ્ચે ભારત જીવન રક્ષક તરીકે ઉભરી આવ્યુ છે કારણ કે રેડિયેશનથી બચવા માટેની મહત્વપૂર્ણ દવાઓનો મોટો જથ્થો ભારતમાં તૈયાર થાય છે. હવે પશ્ચિમ એશિયાના દેશોએ ખાસ કરીને કતાર કુવૈત અને ઓમાને આ જીવનરક્ષક દવાઓ માટે ભારત તરફ નજર દોડાવી છે અને આગોતરી તૈયારીના ભાગરૂપે ભારત પાસે આ દવાઓની માગણી કરી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં પરમાણુ યુદ્ધનો ખતરો હોવાનો ઈઝરાયેલ છેલ્લા ઘણા લાંબા સમયથી દાવો કરી રહ્યુ છે. ઈઝરાયેલનો ઈરાન સામે ગંભીર આક્ષેપ છે કે ઈરાન પરમાણુ બોંબ બનાવવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે. ઈઝરાયેલ ગુપ્તચર એજન્સીઓ અને નેતન્યાહુઓ સંયુક્ત રાષ્ટ્રમાં નક્શાઓ બતાવીને ઈરાનના ન્યુક્લિયર લોકેશન્સ વિશે દુનિયાને ચેતવણી આપી છે.

લાંબા સમયથી ઈઝરાયેલ અમેરિકાને એવુ જ કન્વીન્સ કરાવી રહ્યુ છે કે ઈરાને ન્યુક્લિયર બનાવી લીધા છે. નેતન્યાહુ જ્યારે પણ યુએનમાં જાય છે ત્યારે પોતાના તરફથી તસવીરો બતાવીને દર્શાવે છે કે ઈરાને ન્યૂક્લિયર બનાવવાના અંતિમ સ્ટેજમાં પહોંચી ગયુ છે.

આ રહી એ તસવીર

હવે સ્થિતિ એવી બની ગઈ છે કે જો અમેરિકા કે ઈઝરાયેલ ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરે છે તો ત્યાંથી ઉત્પન્ન થનારુ રેડિયેશન તેની આસપાસના 6 થી 8 દેશો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જેમા કતાર, ઓમાન, સાઉદી, કુવૈત સહિતના દેશો સામેલ છે. આ તરફ ઈરાને પણ ઈઝરાયેલના પ્રહાર સામે વળતા પ્રહાર તરીકે ઈઝરાયેલના ન્યુક્લિયર પ્લાન્ટ્સ પર હુમલો કરવાની તૈયારી કરી રાખી. જે આ સ્થિતિને વધુ તણાવપૂર્ણ બનાવી રહી છે.

આજકાલ કુવૈત સહિતના ગલ્ફ દેશોમાં ભારે ખળભળાટ મચેલો છે. તાજેતરમાં કુવૈત સરકારે તેમના નાગરિકોને રેડિયેશનના ખતરા સામે સતર્ક રહેવા અને જો રેડિયેશન લીક થાય તો કેવી રીતે બચવુ તેની માહિતી આપી છે. કુવૈત જેવા ગલ્ફ દેશો માટે સૌથી મોટો ખતરો પર્શિયન ગલ્ફના પાણી પર રેડિયેશનની અસર થવાનો રહેલો છે. આ પાણીને ગલ્ફના દેશો પીવાના ઉપયોગમાં લે છે. જો આ પાણીમાં રેડિયો એક્ટિવ તત્વો ભળી જાય છે તો સમગ્ર વિસ્તારમાં માનવતા માટે મોટુ સંકટ ઉભુ થઈ શકે છે. આ ગંભીરતાને ધ્યાને રાખીને જ પશ્ચિમ એશિયાના દેશોએ સુરક્ષાના સાધનો અને દવાઓ એકત્રિત કરવામાં લાગી ગયા છે.

ભારતની પ્રશિયન બ્લુ દવા રેડિયેશન સામેની સૌથી મોટી સંજીવની

ભારતની પ્રશિયન બ્લુ Prussian Blue દવા રેડિયેશન સામે અમોઘ શસ્ત્ર સમાન છે. ભારતમાં આ દવા સંરક્ષણ સંશોધન વિકાસ સંસ્થા DRDO દ્વારા સૂચવેલી પદ્ધતિથી તૈયાર થઈ છે. ભારત સરકારે માર્ચ 2023માં આ દવાની મેન્યુફેક્ચરીંગ માટે સત્તાવાર મંજૂરી આપી હતી.

પ્રશિયન બ્લુ કેવી રીતે કામ કરે છે?

જેવી આ દવા માનવ શરીરમાંથી રેડિયો એક્ટિવ સીઝિયમ 137 અને થેલિયમ જેવા ઝેરી પદાર્થોને શોષી લે છે. તે આ ઝેરી તત્વોને લોહીમાં પ્રવેશતા અટકાવે છે અને શરીરના કુદરતી નિકાલ માર્ગે એ કચરાને બહાર ફેંકી દે છે. આ પ્રકિયાને કારણે રેડિયેશનથી પ્રભાવિત વ્યક્તિનો જીવ બચવાની શક્યતા વધી જાય છે. પોટેશિયમ આયોડાઈડ (Potassium Iodide) નામની એક અન્ય એક દવા પણ રેડિયો એક્ટિવ પદાર્થોને શરીરમાં અટકાવવા માટે ખૂબ જ અસરકારક છે.

ગત વર્ષે ભારતે ઈન્ડોનેશિયાને આપી હતી એન્ટી રેડિયો એક્ટિવ જીવન રક્ષક દવાઓ

કોરોના સમયે પણ ભારતે અનેક દેશોને વેક્સિન પૂરી પાડી હતી. ત્યારે ભારતની મેડિકલ શક્તિની ઓળખ હવે વૈશ્વિક સ્તરે થઈ રહી છે. ગયા વર્ષે જ ભારતે ઈન્ડોનેશિયાને આ રેડિયેશન વિરોધી દવાઓનો જથ્થો પૂરો પાડ્યો હતો. ઇન્ડોનેશિયા પાસે કેટલીક ન્યૂક્લિયર સંશોધન સુવિધાઓ અને નાના રિએક્ટર છે, જે મુખ્યત્વે વૈજ્ઞાનિક અને મેડિકલ હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. આવા સ્થળોએ કોઈ અકસ્માત થાય તો રેડિયેશનનો ખતરો રહે છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા Ring of Fire વિસ્તારમાં આવેલું છે, એટલે અહીં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખીનો ખતરો રહે છે. ત્યારે આવી કુદરતી આફતો સમયે રેડિયેશન લીક થવાનો ખતરો વધે છે. આથી આ દેશ પહેલાથી જ રેડિયેશનનો સામનો કરવા તૈયારીઓ સાથે સજ્જ રહે છે. એન્ટી-રેડિયેશન દવાઓ જેમ કે પોટેશિયમ આયોડાઇડ સ્ટોકમાં રાખવાથી, રેડિયેશન એક્સપોઝર થાય ત્યારે લોકોનું રક્ષણ કરી શકાય છે. ત્યારે ઈન્ડોનેશિયામાં પરમાણુ રેડિયેશનના જોખમોને ધ્યાનમાં રાખીને ભારતની આ સહાય અત્યંત મહત્વપૂર્ણ હતી.

હાલ જ્યારે મધ્ય પૂર્વના દેશો યુદ્ધથી ઘેરાયેલા છે. ત્યારે કતાર, કુવૈત અને યુએઈ જેવા દેશોએ પણ આ દવાઓ માટે ભારત તરફ નજર દોડાવી છે. પશ્ચિમ એશિયાના લોકો અત્યારથી જ આ દવાઓનો સ્ટોક કરવાની તૈયારીમાં લાગી ગયા છે જેથી કટોકટીના સમયે તેઓ સુરક્ષિત રહી શકે.

હાલ ઈરાન અમેરિકા ઈઝરાયેલ યુદ્ધ એવા પડાવ પર આવી ગયુ છે કે ઈરાન ભારે આક્રમક મૂડમાં છે. કારણ કે તેને હવે કંઈ ગુમાવવાનો ડર જ નથી રહ્યો. તાજેતરમાં જ ઈરાને અમેરિકાના ઍરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર ક્રુઝ મિસાઈલ દ્વારા હુમલાનો પ્રયાસ કર્યો. ઈરાન હવે એવી મિસાઈલો વાપરી રહ્યુ છે જે બેલેસ્ટિક ટ્રેકિંગમાં નથી આવતી અને સીધી જમીન સાથે સમાંતર ચાલે છે. આ જ દર્શાવે છે કે આ યુદ્ધ કોઈપણ સમયે વધુ ઉગ્ર બની શકે છે અને પરમાણુ સાઈટ્સને ટાર્ગેટ કરવામાં આવી કે છે.

રેડિયેશનની જીવલેણ અસરો વિશે WHOની ચેતવણી

વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ પણ માન્યુ છે કે આ સૌથી ભયાનક સ્થિતિ છે અને યુદ્ધ દરમિયાન સૌથી ખરાબ પરિસ્થિતિ વિશે વિચારવુ અનિવાર્ય છે. ન્યુક્લિયર રેડિયેશન આલ્ફા, બીટા અને ગામા કિરણો સ્વરૂપે શરીરમાં પ્રવેશે છે અને માણસને કેન્સરગ્રસ્ત કરીને તડપાવીને મારી નાખે છે. જો કે આ દવાઓ એ સંપૂર્ણ ઉકેલ નથી. પરંતુ બચાવ માટેનું એક મહત્વનું પગલુ છે.

સ્વરક્ષણ માટે સતર્કતા જરૂરી

રેડિયેશનથી બચવા માટે દવાઓ સિવાય પણ કેટલીક પાયાની સાવચેતીઓ રાખવી જરૂરી બની જાય છે. લોકોને સૂચના આપવામાં આવે છે કે તેમના બારી બારણા સીલ રાખે. ઘરમાં જ રહે અને ખુલ્લામાં ફરવાનું ટાળે. ઓપરેશન સિંદૂર જેવી અગાઉની ચેતવણીની જેમ જ લોકોએ પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે આ તમામ સૂચનાઓનું પાલન કરવુ જોઈએ.

ટ્રમ્પે ઈરાન સામે કરેલી સીઝફાયરની ઘોષણા એ વૈશ્વિક શાંતિનો પ્રયાસ કે બજાર બચાવવાનો આર્થિક પેંતરો?- વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">