AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Tax Breaking News: 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મોંઘી, ગુજરાતના આ હાઇવેના ટોલ ટેક્સમાં થશે વધારો

Toll Tax Breaking News: 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મોંઘી, ગુજરાતના આ હાઇવેના ટોલ ટેક્સમાં થશે વધારો

| Updated on: Mar 30, 2026 | 12:20 PM
Share

1 એપ્રિલ 2026 થી વડોદરા-અમદાવાદ, NH 47, NH 48 સહિત દેશભરના હાઇવે પર ટોલ ટેક્સ વધશે. રૂ. 5 થી 20 સુધીનો વધારો થશે અને ચુકવણી હવે ફક્ત FASTag/UPIથી થશે. ટ્રક, LCV, બસ, મિનીબસ અને થ્રી એક્સએલ વાહનો માટે ખાસ નિયમ લાગુ પડશે.

1 એપ્રિલ, 2026 થી દેશભરના હાઇવે અને એક્સપ્રેસ-વે પર ટોલ ટેક્સ વધારવાના નવા નિયમ લાગુ થવાના છે. આ બદલાવના કારણે હાઇવે મુસાફરી ખર્ચાળ બની જશે અને મોટાભાગના માર્ગો પર ડ્રાઈવરોને રૂ. 5 થી 20 સુધી વધારે ચુકવવું પડશે.

કયા વાહનોને થશે અસર?

સત્તાવાર જાણકારી મુજબ ટોલ ટેક્સમાં અંદાજે 3 થી 5 ટકાનો વધારો થશે, જે ખાસ કરીને ટ્રક, LCV, બસ, મિનીબસ અને થ્રી-એક્સએલ વાહનો ચલાવનારાઓ પર સીધો અસર કરશે. આ પગલું ટોલ કલેકશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપભર્યું બનાવવા માટે લેવામાં આવ્યું છે.

ગુજરાતમાં પણ થશે અસર

ગુજરાતના મુસાફરો માટે પણ મોંઘવારીનો વધુ એક માર ઝીકવામાં આવ્યો છે. ખાસ કરીને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે, NH 47 અને NH 48 પર ટોલમાં વધારો જોવા મળશે.

ટોલમાં વધારો મુખ્યત્વે મોટા શહેરો વચ્ચેના હાઇવે અને એક્સપ્રેસ-વે પર લાગુ પડશે. દેશભરના મહત્વના રાષ્ટ્રીય હાઇવે અને મોટા ભાગના એક્સપ્રેસ-વે પર આ નિયમ અમલમાં આવશે. ખાસ કરીને નિયમિત ટ્રિપ્સ કરતા ટ્રક અને કોમર્શિયલ વાહનો માટે આ વધારાનો ખર્ચ નોંધપાત્ર રહેશે.

FASTag અથવા UPIથી જ થશે પેમેન્ટ

નવા નિયમો અનુસાર, ટોલ પર હવે રોકડ પેમેન્ટ મંજૂર નહીં રહેશે. મુસાફરોને ટોલ ચૂકવવા માટે ફક્ત FASTag અથવા UPI પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડશે. આ પગલું સ્થાનિક અને રાજ્ય માર્ગો પર રોકડ વ્યવહાર ઘટાડવા અને ટોલ પ્લાઝા પર વાહનચાલનની ઝડપ વધારવા માટે મહત્વપૂર્ણ છે.

મુસાફરો માટે સૌથી મહત્વની વાત એ છે કે તેમના FASTag ખાતા સમયસર રિચાર્જ રહેવા જોઈએ, નહિતર ટોલ પ્લાઝા પાર કરવું મુશ્કેલ થઈ શકે છે.

Banking Tips: બેંક ખાતામાં AutoPay ચાલુ છે? તરત ચેક કરો આ સેટિંગ્સ, જો આ ભૂલ કરશો તો પૈસા થશે ગાયબ!

Published on: Mar 30, 2026 12:16 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">