Breaking News : સુરતમા એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષક માર મારતા હોવાની ચીઠ્ઠી લખી, જુઓ વીડિયો
સુરત શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જેનાથી તબીબો પણ ચોંકી ગયા છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હું મરવા જાઉં છું તેવી ચીઠ્ઠી લખતા ભય ફેલાયો હતો. તો જાણો સમગ્ર મામલો
સુરત શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતનાં સિટીલાઈટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ઘટના સામે આવી છે. જેમાં પ્રિન્સિપાલ અને શિક્ષક સામે 14 વર્ષીય વિદ્યાર્થીએ શારીરિક અત્યાચાર ગુજારવા અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.છેલ્લા એક વર્ષથી પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક વિદ્યાર્થીને માર મારતા હોવાથી કંટાળ્યો હતો.
ડૉક્ટર પાસે દર્દ ઠાલવ્યું
સુરત શહેરમા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં વિદ્યાર્થીએ ચીઠ્ઠીમાં વ્યથા લખી. પ્રિન્સિપાલ અને ટીચર પર માર મારવાનો વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો.વિદ્યાર્થીએ લખ્યું કે, પ્રિન્સિપાલ અને ટીચર મને મારે છે, હું મરવા જાઉં છું.ઘટનાની જાણ થતાં વાલીએ વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરાવ્યું હતુ. કાઉન્સેલિંગ બાદ વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.સિવિલમાં સારવાર માટે લઈ જવાતા ડૉક્ટર પાસે દર્દ ઠાલવ્યું હતુ. શિક્ષકના અત્યાચારની સ્ટોરી વર્ણવતા તબીબો પણ ચોંકી ઉઠ્યા છે.
આ સમગ્ર મામલે વિદ્યાર્થીના વાલીઓ દ્વારા કોઈ પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધવામાં આવી નથી. હવે સ્કૂલ સંચાલકો પર અનેક સવાલો થઈ રહ્યા છે. જો વિદ્યાર્થીએ પગલું ભર્યું હોત તો એક માતા-પિતાને પોતાનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો હોત. જિલ્લા શિક્ષણ અધિકારી આ ઘટના અંગે શું પગલા લે છે તે હવે જોવાનું રહેશે.
