AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ-ડીઝલના અખૂટ ભંડાર! વિશ્વની ‘Top 5’ સૌથી મોટી ઓઈલ રિફાઇનરી ક્યાં આવેલી છે અને કેમ ભારત છે ‘નંબર-1’?

દુનિયાના વિકાસમાં તેલ અને ગેસની ભૂમિકા ખૂબ મોટી છે. એવામાં શું તમે જાણો છો કે, વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરીઓ ક્યાં આવેલી છે અને ત્યાં રોજનું કેટલું પેટ્રોલ-ડીઝલ તૈયાર થાય છે?

| Updated on: Mar 29, 2026 | 5:06 PM
Share
કોઈપણ દેશના વિકાસ તેમજ અર્થતંત્રને મજબૂત બનાવવામાં તેલ અને ગેસ મોટી ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે, વિશ્વના અનેક દેશોમાં મોટી તેલ રિફાઇનરીઓ આવેલી છે, જ્યાં જમીનમાંથી નીકળતા ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલમાંથી ડીઝલ અને પેટ્રોલ તૈયાર કરવામાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરીઓ કયા દેશોમાં આવેલી છે?

1 / 6
જામનગર રિફાઇનરી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી ભારતના ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં આવેલી છે. આ વિશાળ રિફાઇનરીના માલિક એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે. એવું કહેવાય છે કે, આ રિફાઇનરી દરરોજ અંદાજે 12.4 લાખ બેરલ તેલ રિફાઇન કરવાની ક્ષમતા ધરાવે છે.

2 / 6
દક્ષિણ કોરિયાની ઉલ્સાન ઓઈલ રિફાઇનરી: દક્ષિણ કોરિયાની ઉલ્સાન ઓઈલ રિફાઇનરી વિશ્વની સૌથી મોટી અને આધુનિક સુવિધાઓથી સજ્જ રિફાઇનરીઓમાંની એક છે. તેની પાસે દરરોજ અંદાજે 8.5 લાખ બેરલ કાચું તેલ રિફાઇન કરવાની ક્ષમતા છે, જે તેને એશિયાના સૌથી મોટા ઓઈલ રિફાઇનિંગ કેન્દ્રોમાં સ્થાન અપાવે છે.

3 / 6
પેરાગુઆના રિફાઇનરી, વેનેઝુએલા: આ યાદીમાં લેટિન અમેરિકાનો દેશ વેનેઝુએલા પણ છે, જ્યાં પેરાગુઆના નામનું રિફાઇનરી કોમ્પ્લેક્સ આવેલું છે. તેનું સંચાલન દેશની સરકારી કંપની 'પેટ્રોલેસ ડી વેનેઝુએલા' કરે છે. વર્ષ 2021ના ડેટા મુજબ, અહીં દરરોજ લગભગ 10 લાખ બેરલ કાચા તેલને ફિલ્ટર કરવામાં આવે છે.

4 / 6
યેઓસુ રિફાઇનરી, દક્ષિણ કોરિયા: આ દક્ષિણ કોરિયાની બીજી અને એશિયાની ત્રીજી સૌથી મોટી રિફાઇનરી છે. મળતી માહિતી મુજબ, અહીં દર વર્ષે લગભગ 4 કરોડ ટન તેલ ફિલ્ટર કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે, દરરોજ લગભગ 7 લાખ બેરલ તેલમાંથી પેટ્રોલ-ડીઝલ તૈયાર થાય છે.

5 / 6
ઓન્સન ઓઈલ રિફાઇનરી: આ યાદીમાં દક્ષિણ કોરિયાની વધુ એક ઓઈલ રિફાઇનરી પણ છે, જેનું નામ 'ઓન્સન' છે. જો કે, તે પોતાના દેશની અન્ય રિફાઇનરીઓની સરખામણીમાં વધુ તેલનું ઉત્પાદન નથી કરતી પરંતુ આ રિફાઇનરી ખાસ કરીને જાપાન જેવા દેશો માટે ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવતું પેટ્રોલ તૈયાર કરે છે.

6 / 6

Breaking News : દુનિયાના ટોપ CEOsની ચેતવણી… અસલી સંકટ હજુ બાકી, ઈરાન યુદ્ધ બજારની ધારણા કરતા પણ વધુ ‘ખતરનાક’!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">