Breaking News: સુરતીઓ માટે સૌથી મોટા સમાચાર આજથી સુરત મેટ્રોનો ટ્રાયલ રન શરૂ
સુરતની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મેટ્રો પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. આજથી સુરતમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે. સુરતીઓનું મેટ્રોમાં બેસવાનું સપનું હવે ખૂબ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે.
સુરત શહેર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થવાનો છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ફેઝમાં ટ્રાયલ રનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન સુધીના 8.5 કિમીના અંતરમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ રૂટ પર વાયડક્ટ ટ્રેક બિછાવવા અને ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
આ ટ્રાયલ રન દરમિયાન અંદાજે 500 કલાકનું ટ્રેન રનિંગ અને ટેકનિકલ સર્વે ચકાસણી કરવામાં આવશે. મેટ્રોના અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ સાત સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
હાલમાં સાતેય સ્ટેશન પર એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર અને આંતરિક ફિનિશિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તમામ સુરક્ષા માપદંડોની ચકાસણી બાદ સુરતની જનતા માટે મેટ્રોના દ્વાર ખોલી દેવામાં આવશે.
(ઈનપુટ ક્રેડિટ: Baldev Suthar)
Breaking News: પાકિસ્તાનમાં લાગ્યુ લોકડાઉન, શાળાઓ અને ઓફિસોમાં ફરજિયાત વર્ક ફ્રોમ હોમનો આદેશ, ઈંધણની કટોકટી વચ્ચે લેવાયો નિર્ણય
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
