Breaking News : ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ પરમારના નામની જાહેરાત
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સજ્જ છે.ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. 23 એપ્રિલ મતદાન અને 4 મે એ પરિણામ જાહેર થશે.
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. હર્ષદ પરમારએ પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર છે. તમને જણાવી દઈએ કે,ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું તાજેતરમાં નિધન થતા આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
હર્ષદ પરમારની રાજકીય કારકિર્દી
ભાજપ દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં જાહેર કરાયેલ ઉમેદવાર હર્ષદ ગોવિંદ પરમારનો જન્મ 5-2-1985ના રોજ થયો છે. તેમણે ડિપ્લોમા જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.હર્ષદ પરમારની રાજકીય કારકિર્દી વિશે જો આપણે વાત કરીએ તો.આણંદ તાલુકા સરપંચ એસોસીએશનના 2017થી આજ દિન સુધી પ્રમુખ તરીકે કાર્યરત છે.સરપંચશ્રી, ચિખાદરા ગ્રામ પંચાયત (વર્ષ 2012 થી 2022), રોગી કલ્યાણ સમિતિ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચિખાદરા (વર્ષ 2012 થી 2021 દરમિયાન ચેરમેન પદે સેવા આપી ચૂક્યા છે. ચિખાદરા ગ્રામ પંચાયત (વર્ષ 2007 થી 2012 સુધી ઉપ સરપંચ રહી ચૂક્યા છે.હાલમાં ઉપ સરપંચશ્રી, ચિખાદરા ગ્રામ પંચાયત (વર્ષ 2022 થી આજદિન સુધી,ચેરમેનશ્રી, ચિખાદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વર્ષ 2024 થીઆજ સુધી કાર્યરત છે.
તમને જણાવી દઈએ કે, પાંચથી વધારે લોકોએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચુંટણી માટે દાવેદારી કરી છે ,6 એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે. તેમજ9 એપ્રિલ ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ છે. 23 એપ્રિલ મતદાન અને 4 મે એ પરિણામ જાહેર થશે.
ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. અહી ક્લિક કરો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
