AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરથી વાતાવરણમાં પલટો

Breaking News : ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરથી વાતાવરણમાં પલટો

| Updated on: Mar 30, 2026 | 9:53 AM
Share

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરના કારણે રાજ્યમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને આવતીકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉપરાંત અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાઓ પર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે, જેને લઈને હવામાન વિભાગે સતર્ક રહેવાની સલાહ આપી છે.

હવામાનમાં આવેલા આ બદલાવને કારણે પવનની ઝડપમાં પણ વધારો જોવા મળી શકે છે. અંદાજે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2 એપ્રિલે ફરીવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં ઘટાડાને કારણે લોકોને આગામી ચાર દિવસ સુધી ગરમીમાંથી રાહત મળશે, જેનાથી વાતાવરણ વધુ સુખદ બની રહેશે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતો અને સામાન્ય નાગરિકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતીઓ રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- શ્રમિકોનું પલાયન રોકવા હર્ષ સંઘવીની મોટી જાહેરાત; 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય, કાળાબજારીઓને પણ ચેતી જવા કરી તાકીદ – જુઓ Video

Published on: Mar 30, 2026 09:30 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">