Asia Cup 2025 : એશિયા કપ 2025માં આ તારીખે કોઈ મેચ રમાશે નહીં, ચાહકોએ રાહ જોવી પડશે
એશિયા કપ 2025નો સુપર 4 રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો છે. આ રાઉન્ડનો બીજો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ત્યારબાદ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે. આ મેચ માટે ચાહકોએ થોડી રાહ જોવી પડશે.

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો. આ ટુર્નામેન્ટ 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. હવે, ટુર્નામેન્ટમાં ફક્ત ચાર ટીમો બાકી છે, જે સુપર 4 રાઉન્ડમાં રમશે.

સુપર 4 રાઉન્ડની બીજી મેચ 21 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ પછી, ચાહકોએ આગામી મેચ માટે થોડી રાહ જોવી પડશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ પછી એક દિવસનો વિરામ રહેશે. 22 સપ્ટેમ્બરે કોઈ મેચનું આયોજન નથી.

23 સપ્ટેમ્બરે સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા એકબીજા સામે ટકરાશે. 25 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટક્કર થશે.

સુપર 4 મેચ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી રમાશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા પાકિસ્તાન, પછી બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે રમશે.

ટીમ ઈન્ડિયા 24 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારતીય ટીમ 26 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે તેની છેલ્લી સુપર 4 મેચ રમશે. (All Photo Credit : PTI / GETTY)
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
