IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડર આખી સિરીઝમાંથી બહાર
ટીમ ઈન્ડિયા માટે આ એક ખરાબ સમાચાર છે,આ માહિતી 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી ચોથી ટેસ્ટ મેચ પહેલા મળી છે.સ્ટાર ઓલરાઉન્ડર આખી સિરીઝમાંથી બહાર થયો છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં પહેલા જ ભારતીય ટીમ મુશ્કેલી ઓછું થવાનું નામ લઈ રહી નથી. માનચેસ્ટરમાં ટેસ્ટ સીરિઝમાં ચોથી મેચ પહેલા ભારતીય સ્કવોડમાં ખેલાડીઓને ઈજા થવાની ઘટના સામે આવી રહી છે.

ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને આકાશ દીપની ઈજાએ મેચ પહેલા કોચ ગૌતમ ગંભીરને મુશ્કેલીમાં નાંખ્યા છે. હવે યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. રિપોર્ટ મુજબ રેડ્ડી ઈજાના કારણે સીરિઝની બાકી રહેલી મેચમાંથી બહાર થયો છે. ટીમ ઈન્ડિયાને આ ઝટકો માન્ચેસ્ટર ટેસ્ટના 72 કલાક પહેલા લાગ્યો છે.

માનચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ 23 જુલાઈથી શરુ થવાની હતી. આ માટે ટીમ ઈન્ડિયા સતત પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ આ ટ્રેનિંગમાં રેડ્ડીને ઈજા થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ મેચના 3 દિવસ પહેલા રવિવારે 20 જુલાઈના રોજ જિમમાં ટ્રેનિંગ દરમિયાન 22 વર્ષના રેડ્ડીને ઘુંટણમાં ઈજા થઈ છે. ત્યારબાદ તેનું સ્કેન કરવામાં આવ્યું હતુ. જેને લઈ રેડ્ડીની આ સીરિઝની સફર પૂર્ણ થઈ ગઈ છે.

રેડ્ડીની ઈજા કેટલી ગંભીર છે અને તે કેટલા સમય માટે મેદાનની બહાર રહેશે તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ સુધી રેડ્ડીની ઈજાની સત્તાવાર જાહેરાત કરી નથી અને તેથી તેમના સ્થાને કોઈને મોકલવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી

રેડ્ડીની ઈજાએ ભારતીય ટીમ પર વધારાનું દબાણ બનાવ્યું છે, જે સિરીઝમાં પાછળ રહી ગઈ છે અને પહેલેથી જ ઈજાઓથી ઝઝૂમી રહી છે. આકાશ દીપ (પીઠનો દુખાવો) અને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ (હાથમાં ઈજા) ઈજાને કારણે ચોથી ટેસ્ટમાંથી લગભગ બહાર થઈ ગયા છે.

આકાશ દીપ બીજી અને ત્રીજી ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યારે અર્શદીપ હજુ સુધી ડેબ્યૂ કરી શક્યો નથી. તે છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર થવાની શક્યતા છે. આ કારણે સિલેક્ટરોએ યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે. જ્યાં સુધી રેડ્ડીના સ્થાને ટીમ પાસે ઓલરાઉન્ડર તરીકે શાર્દુલ ઠાકુરનો વિકલ્પ છે.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
