IPL 2025નો સૌથી સસ્તો કેપ્ટન બન્યો અજિંક્ય રહાણે, જાણો KKRએ કેટલી કિંમત ચૂકવી
કોલકાતા નાઈટ રાઈડર્સે 3 માર્ચે IPLની નવી સિઝન માટે અજિંક્ય રહાણેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. આ જાહેરાત સાથે રહાણે આ સિઝનનો સૌથી સસ્તો કેપ્ટન બની ગયો છે. અત્યાર સુધીમાં 9 ટીમોએ તેમના કેપ્ટનની જાહેરાત કરી છે.

IPL 2025 માટે કોલકાતા નાઈટ રાઈડર્સે 3 માર્ચે નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું હતું. શાહરૂખ ખાનની ટીમે આ જવાબદારી માટે અજિંક્ય રહાણેને પસંદ કર્યો છે.

IPL 2025 માટે અત્યાર સુધીમાં 9 ટીમોએ તેમના કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. આ 9 ટીમોમાંથી ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR દ્વારા અત્યાર સુધીના સૌથી સસ્તા કેપ્ટનની પસંદગી કરવામાં આવી છે.

KKRની જાહેરાત સાથે જ અજિંક્ય રહાણે IPL 2025નો સૌથી સસ્તો કેપ્ટન બની ગયો છે. KKRએ ઓક્શન દરમિયાન રહાણેને તેની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

કેપ્ટન બનતા જ અજિંક્ય રહાણે IPL 2025નો સૌથી સસ્તો કેપ્ટન બની ગયો છે. કારણકે KKR સિવાય અન્ય તમામ ટીમોના કેપ્ટનની સેલરી (કિંમત) રહાણે કરતા વધુ છે.

આ સિઝનના ત્રીજા સૌથી મોંઘા ખેલાડી વેંકટેશ અય્યર (23.75 કરોડ) ને KKRએ વાઈસ કેપ્ટન બનાવ્યો છે. જોકે, બધાને અપેક્ષા હતી કે તેને કેપ્ટન બનાવવામાં આવશે. પરંતુ અંતે કપ્તાન તરીકે રહાણેએ બાજી મારી હતી. (All Photo Credit : PTI / X / KKR)
વિશ્વની સૌથી મોટી અને સૌથી સફળ ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































