IPL 2022: T20 વિશ્વકપ જીતનારા ખેલાડીને KKR એ પોતાની સાથે જોડ્યો, ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સનુ લેશે સ્થાન
IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બાયો બબલના થાકને કારણે હેલ્સ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. KKR એ હવે હેલ્સનો વિકલ્પ જાહેર કર્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ, જે બે વખત આઈપીએલ ટાઇટલ વિજેતા ટીમ છે. તેને લીગની આગામી સિઝન પહેલા એક આંચકો લાગ્યો હતો, જ્યારે એલેક્સ હેલ્સ લીગમાંથી ખસી ગયો હતો. IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બાયો બબલના થાકને કારણે હેલ્સ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. KKR એ હવે હેલ્સનો વિકલ્પ જાહેર કર્યો છે.
1 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયાની ODI અને T20 ટીમના કેપ્ટન આરોન ફિન્ચને એલેક્સ હેલ્સના સ્થાને પસંદ કર્યા છે. IPLએ શુક્રવારે આ જાણકારી આપી. ફિન્ચે ઓસ્ટ્રેલિયા માટે 88 T20I રમી છે અને તેમાં બે સદી અને 15 અડધી સદી સહિત 2,686 રન બનાવ્યા છે.
2 / 5
IPLએ પોતાના નિવેદનમાં કહ્યું, KKR એ IPL-2022 માટે આરોન ફિન્ચને ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સની જગ્યાએ સામેલ કર્યો છે.
3 / 5
ફિન્ચની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તેણે આ લીગમાં અત્યાર સુધીમાં 87 મેચ રમી છે અને 2000થી વધુ રન બનાવ્યા છે. તે 1.5 કરોડની રકમ સાથે કોલકાતામાં જોડાશે.
4 / 5
ફિન્ચ છેલ્લે IPLમાં રોયલ ચેલેન્જર્સ તરફથી રમ્યો હતો. જો કે આ પહેલા તે ગુજરાત લાયન્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, દિલ્હી ડેરડેવિલ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદમાં પણ રહી ચૂક્યો છે. કોલકાતાએ તેની પ્રથમ મેચ 26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે.