AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રત્નકલાકારો માટે દિવાળીની ભેટ, સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

Breaking News : રત્નકલાકારો માટે દિવાળીની ભેટ, સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2026 | 2:44 PM
Share

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરતથી ભાવનગર અને સૌરાષ્ટ્ર જતા રત્નકલાકારો માટે ST વિભાગે મોટી રાહત આપી છે. ભાવનગર ST વિભાગ દ્વારા 120 જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના વતન પરત ફરવા માંગતા સુરતના હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્નકલાકારો માટે ભાવનગર ST વિભાગે મોટી ભેટ આપી છે. મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે 120 જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વ્યવસ્થા અંતર્ગત, 6 નવેમ્બરે સુરતથી ભાવનગર રૂટ પર 70 બસો અને 7 નવેમ્બરે વધુ 50 બસો દોડાવવામાં આવશે. આ તમામ બસો માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભાવનગર અને બોટાદ ખાતે ખાસ રિઝર્વેશન કાઉન્ટર પણ કાર્યરત કરાયા છે જેથી લોકોને સરળતાથી ટિકિટ મળી શકે.

ST વિભાગે મુસાફરો માટે એક વિશેષ સુવિધા પણ જાહેર કરી છે. જો 50 મુસાફરોનું એક ગ્રુપ એકસાથે બુકિંગ કરાવે છે, તો બસને સીધી તેમના ગામ અથવા સોસાયટી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાશે. ST તંત્રનો આ પ્રજાલક્ષી નિર્ણય દિવાળીના તહેવારમાં વતન જતા રત્નકલાકારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

સુરતમાં નકલી ડોક્ટરના સન્માનને લઈ હોબાળો, કાર્યક્રમમાં મંત્રી પણ હતા હાજર, જુઓ Video

Published on: Oct 29, 2026 02:43 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">