AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangotri snowfall Video : ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાયો

Gangotri snowfall Video : ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાયો

| Updated on: Oct 29, 2026 | 1:30 PM
Share

ઉત્તરાખંડના પવિત્ર ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. આ અદભૂત નજારો જોવા મળી રહ્યો છે, પરંતુ હિમવર્ષાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

ઉત્તરાખંડના પવિત્ર ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. પહાડો, રસ્તાઓ અને આસપાસની વાદીઓ પર બરફ પથરાઈ ગયો છે, જેનાથી અહીંનું વાતાવરણ અત્યંત મનમોહક બની ગયું છે. આ અદભૂત કુદરતી સૌંદર્ય લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે અને ગંગોત્રી ધામનું “વ્હાઇટ વિન્ટર લુક” જાણે કુદરતે સર્જેલું અદ્ભુત દૃશ્ય હોય તેવો અનુભવ કરાવે છે.

જોકે, હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ પણ વધ્યો છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ ધામમાં પણ હિમવર્ષાથી તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. હવામાનમાં આવેલા આ ફેરફારને ધ્યાનમાં રાખીને પ્રશાસને શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

પહાડી વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે. તેથી, કેદારનાથ અને ગંગોત્રીની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને હવામાનની સ્થિતિની માહિતી મેળવીને જ આગળ વધવા સૂચના આપવામાં આવી છે. ગરમ કપડાં અને જરૂરી દવાઓ સાથે રાખવા પણ સૂચન કરાયું છે. સ્થાનિક વહીવટીતંત્ર તથા હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે, જેથી પ્રવાસ સલામત અને સુખદ બની રહે.

પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">