AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર, સામૂહિક આપઘાતનું કારણ અકબંધ

Breaking News : વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર, સામૂહિક આપઘાતનું કારણ અકબંધ

| Updated on: Oct 29, 2026 | 1:42 PM
Share

વડોદરાના નરસિંહજી પોળમાં સોની પરિવારના માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહ મળતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં ત્રણેયે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જણાય છે, પરંતુ કારણ અસ્પષ્ટ છે.

વડોદરાના નરસિંહજીની પોળ વિસ્તારમાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પરિવારનાં માતા આરતી સોની, પુત્ર નીલકંઠ સોની અને પુત્રી જેની સોનીના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેયે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પરિવારના ત્રણેય સભ્યોએ આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની SSG હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે, જેથી પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ જાણી શકાય.

મહત્વનું છે કે, સોની પરિવાર ‘ઝેપ્સ હેલ્થ કેર’ કંપની સાથે સંકળાયેલો હતો. પરિવારના મોભી ચેતન સોનીનું આશરે દોઢ વર્ષ પહેલાં હૃદયરોગના હુમલાને કારણે મોત થયું હતું. પિતાના અવસાન બાદ પુત્ર નીલકંઠ સોની કેનેડાથી પરત આવ્યો હતો. જ્યારે પુત્રી જેની સોની આયુર્વેદિક ક્લિનિક ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારમાં અગાઉ બનેલી દુઃખદ ઘટના બાદ હવે એકસાથે ત્રણ સભ્યોનાં મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ કરુણ ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

જામનગરમાં ભાજપ કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર દરોડા, 19,000થી વધુ દારૂની બોટલો જપ્ત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">