AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીની સિઝન શરૂ, ખેડૂતોને પ્રતિ મણ ₹1,700થી થી ₹2,700 સુધીના ભાવ મળ્યા ભાવ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીની સિઝન શરૂ, ખેડૂતોને પ્રતિ મણ ₹1,700થી થી ₹2,700 સુધીના ભાવ મળ્યા ભાવ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2026 | 8:52 PM
Share

જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે અને મોટાદાણાવાળી સૌરાષ્ટ્રની મગફળી વાવતર માટે ઘણી લોકપ્રિય હોવાથી છેક તમિલનાડુ સુધી તેની ડિમાન્ડ રહે છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ થતા તમિલનાડુથી વેપારીઓ ખરીદી માટે આવ્યા અને 30 જેટલા વેપારીઓએ મગફળીની ખરીદી કરી.

સૌરાષ્ટ્રની મગફળીની માંગ હવે છેક તમિલનાડુ સુધી જોવા મળી રહી છે. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદીની સીઝન શરૂ થવાની સાથે તમિલનાડુથી વેપારીઓ મગફળી ખરીદવા માટે જામનગર આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની મગફળીની ડિમાન્ડ તમિલનાડુમાં વધતા સૌરાષ્ટ્રના ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે. તમિલનાડુના વેપારીઓ વાવેતર માટે ખાસ કરીને 9 નંબર અને 66 નંબરની મગફળી ખરીદતા હોય છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ પ્રતિ 20 કિલોએ ₹1,700થી લઈને ₹2,700 સુધીના ભાવ મળી રહ્યા છે. જામનગર માર્કેટ યાર્ડમાં તમિલનાડુથી આવેલા 30 જેટલા વેપારીઓએ મગફળીની ખીરીદી કરી. આગામી સમયમાં હજુ પણ વધુ વેપારીઓ મગફળી ખરીદવા આવે તેવી શક્યતા છે. જેના કારણે મગફળીના ભાવમાં વધારો થઈ શકે.

હાલ ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહેતા ખેડૂતો પણ ખુશખુશાલ છે. મગફળી ખરીદી કરવા આવેલા વેપારીઓએ પણ જણાવ્યુ કે મગફળીના 1700 થી 2750 સુધીના ભાવ ચાલી રહ્યા છે. મગફળીન ગુણવત્તા મુજબના ભાવ બોલાઈ રહ્યા છે.

General Knowledge: રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ઉંચાઈ એકસરખી કેમ રાખવામાં આવે છે?– આ છે કારણ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">