AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજગી, જુઓ Video

Breaking News : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજગી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2026 | 1:51 PM
Share

થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકારે કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે આ દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જોકે, રાજકોટ જિલ્લાને આ યાદીમાં સ્થાન ન મળતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે જેતપુર પંથકના ખેડૂતો મેદાને આવ્યા છે. ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ ને પોસ્ટકાર્ડ લખીને રાજકોટ જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે, તેમજ મહારાષ્ટ્ર ની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પૂરતી આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે,

વરસાદના અભાવે ખેતરોમાં ઊભા પાક સુકાયા

રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે હવે જેતપુરના ખેડૂતો દ્વારા સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સહિતનાને પોસ્ટકાર્ડ લખીને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ઓછા વરસાદથી અસરગ્રસ્ત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને પ્રતિ હેક્ટર 8,500 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, રાજકોટ જિલ્લાને આ યાદીમાં સામેલ કરવામાં ન આવતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,ઓછા વરસાદના અભાવે ખેતરોમાં ઊભા પાક સુકાઈ ગયા છે. ચોમાસુ પાક નિષ્ફળ જતાં બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ કરેલો ખર્ચ પણ વસૂલ થયો નથી,પરિણામે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે,

દુષ્કાળ ગ્રસ્ત જાહેર

રાજ્ય સરકાર રાજકોટ જિલ્લાની વરસાદની સ્થિતિ અને જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરે,આ ઉપરાંત ખેડૂતોને આપવામાં આવતી સહાય વર્તમાન નુકસાનને ધ્યાનમાં રાખીને પૂરતી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.ખાસ કરીને ખેડૂતો દ્વારા દેવા માફીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે, જેતપુરના ખેડૂતો પોસ્ટકાર્ડ મારફતે સરકાર સમક્ષ પોતાની માંગ પહોંચાડી રહ્યા છે,ખેડૂતો ઇચ્છે છે કે સરકાર માત્ર ચાર જિલ્લાઓ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની પણ ગંભીરતાથી સમીક્ષા કરે અને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરે.

એક તરફ ઓછા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ સરકારી સહાયની યાદીમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે, ત્યારે જેતપુરના ખેડૂતો દ્વારા પોસ્ટકાર્ડ અભિયાનના માધ્યમથી રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, પૂરતી આર્થિક સહાય આપવા અને ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ રજૂઆત બાદ રાજ્ય સરકાર રાજકોટ જિલ્લાની સ્થિતિ અંગે ફેરવિચારણા કરીને ખેડૂતોને રાહત આપે છે કે નહીં,

 

Travel Tips : યાત્રિકો માટે ખુશખબર, દ્વારકા-સોમનાથ અને હરિદ્વાર વચ્ચે સીધી ટ્રેન મળશે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">