IPL Final : અમદાવાદમાં RCB અને PBKS માંથી કોનો રહેશે દબદબો? જાણો કેવી હશે બંને ટીમની પ્લેઈંગ 11
IPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગલુરુ વચ્ચે રમાશે. RCB અને PBKS બંને ટીમો ટ્રોફી જીતવા બેસ્ટ પ્લેઈંગ 11 મેદાનમાં ઉતારશે. જાણો કેવી અશે બંને ટીમની પ્લેઈંગ 11.

IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમોએ ઉત્તમ ક્રિકેટ રમી છે અને તેથી જ તેમણે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

RCBની વાત કરીએ તો, તેઓએ ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી. પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું.

આગામી મેચમાં પણ બંને ટીમોના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતા જોવા મળી શકે છે. બંને ટીમ પોતાની બેસ્ટ પ્લેઈંગ 11 મેદાનમાં ઉતારશે.

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન : પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનીસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાયલ જેમીસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર : પ્રભસિમરન સિંહ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા. ઈમ્પેક્ટ પ્લેયર: મયંક અગ્રવાલ (All Photo Credit : PTI / Getty Images)
IPL 2025ની ફાઈનલ બેંગલુરુ અને પંજાબ વચ્ચે યોજાશે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































