IPL 2022 Auction: ફ્રેન્ચાઇઝીઓએ વિદેશી ખેલાડીઓ પર લુટાવ્યા પૈસા, જાણો કોણ રહ્યા સૌથી મોંઘા

IPL 2022 Auction: આઇપીએલમાં હંમેશા વિદેશી ખેલાડીઓની મોટી માંગ રહી છે અને આ વખતે પણ આ બાબત જોવા મળી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 8:06 PM
IPL-2022ની મેગા ઓક્શનના બીજા દિવસે રવિવારે પણ ખેલાડીઓ પર પૈસાનો ખૂબ વરસાદ થયો હતો. ટીમો તેમની વ્યૂહરચના અનુસાર ખેલાડીઓને ખરીદતી જોવા મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા દિવસે વધારે ખરીદી કરી ન હતી પરંતુ બીજા દિવસે બંનેએ પોતાની રણનીતિ અનુસાર ખેલાડીઓને ખરીદ્યા હતા. ભારતનો ઈશાન કિશન આ લીગમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી છે, પરંતુ ઘણા વિદેશી ખેલાડીઓએ પણ જોરદાર રીતે પૈસા લૂટાવ્યા છે. અમે તમને IPL-2022ના સૌથી મોંઘા વિદેશી ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 6
ઇંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન IPL-2022નો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. તેને પંજાબ કિંગ્સે 11.5 કરોડમાં સામેલ કર્યો છે. અગાઉ તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો હતો.

2 / 6
આ મામલામાં શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા બીજા નંબર પર છે. આ લેગ-સ્પિનરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 10.75 કરોડમાં સામેલ કર્યો છે. ગત સિઝનમાં હસરંગા પણ આરસીબી તરફથી રમ્યો હતો.

3 / 6
સનરાઈઝર્સ હૈદરાબાદે વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરન પર ખૂબ પૈસા ખર્ચ્યા છે. આ ડાબા હાથના બેટ્સમેન માટે હૈદરાબાદે 10.75 કરોડ રૂપિયા આપ્યા છે.

4 / 6
ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન પણ આ વખતે ઘણી કમાણી કરવામાં સફળ રહ્યો. પ્રથમ વખત IPL માં પ્રવેશી રહેલી ગુજરાત ટાઇટન્સે ફર્ગ્યુસન માટે 10 કરોડ રૂપિયા આપ્યા છે. તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો હતો.

5 / 6
તેના પછી કાગિસો રબાડા છે, જેને પંજાબ કિંગ્સે 9.25 કરોડ રૂપિયા આપ્યા છે. પંજાબે આ ખેલાડી માટે દિલ્હી કેપિટલ્સ સાથે મુકાબલો કર્યો હતો. રબાડા પહેલા માત્ર દિલ્હી માટે જ રમતો હતો.

6 / 6

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">