ભારતનો જમાઈ પાકિસ્તાન જશે, આ ટીમનો કોચ બનાવવામાં આવ્યો
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન અને યુએઈ પ્રવાસ માટે ભારતના જમાઈને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર હવે બાંગ્લાદેશ ટીમ સાથે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. બાંગ્લાદેશની ટીમ T20 શ્રેણી રમવા માટે આ બે દેશોનો પ્રવાસ કરશે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં પાકિસ્તાન અને યુએઈના પ્રવાસે જવાની છે. બંને દેશો વચ્ચે T20 શ્રેણી યોજાવાની છે. બાંગ્લાદેશની ટીમે પોતાની બોલિંગને મજબૂત બનાવવા નવા બોલિંગ કોચની નિમણૂક કરી છે. આ બોલિંગ કોચ ભારતનો જમાઈ લાગે છે, કારણ કે આ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરની પત્ની ભારતીય છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોન ટેટને બાંગ્લાદેશનો નવો બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. તે 2027 સુધી ટીમનો બોલિંગ કોચ રહેશે. આ પહેલા શોન ટેટ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝનો બોલિંગ કોચ રહી ચૂક્યો છે. બાંગ્લાદેશ બોલિંગ કોચ તરીકે ટેટનો પહેલો પ્રવાસ પાકિસ્તાનનો હશે. બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન સામે 5 T20 મેચ રમશે. તેની પહેલી મેચ 25 મેના રોજ રમાશે.

બાંગ્લાદેશના બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયા પછી શોન ટેટે કહ્યું, "બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં જોડાવાનો હવે સારો સમય છે. જો તમે ઈચ્છો તો, તમે તેને એક નવા યુગની શરૂઆત કહી શકો છો. મને આ ટીમ સાથે જોડાવાની ખુશી છું". તેણે વધુમાં કહ્યું, "આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છે, કોઈ ટ્રેનિંગ નથી. અહીં દરેક પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે. મારું સંપૂર્ણ ધ્યાન ઝડપી બોલરો પર છે". તમને જણાવી દઈએ કે શોન ટેટ આન્દ્રે એડમ્સનું સ્થાન લેશે, જે માર્ચ 2024માં બાંગ્લાદેશ ટીમમાં બોલિંગ કોચ તરીકે જોડાયો હતો.

શોન ટેટ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલરોમાંના એક છે. ટેટે 2007ના ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા આ વર્લ્ડ કપ જીત્યું હતું. ટેટે ઓસ્ટ્રેલિયા માટે 3 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 5 વિકેટ લીધી છે. આ ઉપરાંત, તેણે 35 ODI મેચોમાં 62 વિકેટ લીધી છે. જ્યારે 21 T20 મેચોમાં આ ફાસ્ટ બોલરે 28 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોન ટેટની પત્ની ભારતીય છે. તે એક મોડેલ રહી છે. શોન ટેટ અને માશૂમ સિંઘાની પ્રેમ કહાની 2010માં IPL દરમિયાન શરૂ થઈ હતી. ટેટ અને માશૂમ સિંઘા IPL મેચ પછી એક પાર્ટીમાં મળ્યા હતા. ધીમે ધીમે તેમની વચ્ચે નિકટતા વધતી ગઈ અને ચાર વર્ષ પછી તેમના લગ્ન થયા. તમને જણાવી દઈએ કે માસૂમ સિંઘા વર્ષ 2005માં ફર્મસ કિંગફિશર કેલેન્ડરમાં મોડેલિંગ કર્યા પછી ચર્ચામાં આવી હતી. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદ બંને દેશમાં યોજાતી આઈપીએલ, પીએસએલ સહિત ડોમેસ્ટિક ક્રિકેટને અસર થઈ છે. ક્રિકેટ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































