Smriti Mandhana Marriage: બોયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથે 7 ફેરા લેશે સ્મૃતિ મંધાના, લગ્નમાં ટીમ ઈન્ડિયા હાજરી આપશે
Smriti Mandhana- Palash Muchhal Marriage : રિપોર્ટ મુજબ સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ આ મહિને 23 તારીખે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નમાં મેહમાનોનું લાંબું લિસ્ટ હોય શકે છે. જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ પણ સામેલ હશે.

એવી ચર્ચા થઈ રહી છે કે, 23 નવેમ્બરના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના લગ્ન કરવા જઈ રહી છે. તે પોતાના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથે 7 ફેરા લેશે. પલાશની સાથે સ્મૃતિ મંધાના છેલ્લા 6 વર્ષથી રિલેશનશીપમાં છે પરંતુ બંન્નેએ આ સંબંધોને ક્યારે પણ નામ આપ્યું નથી.

સ્મૃતિ મંધાના ક્રિકેટ ફીલ્ડ સાથે જોડાયેલી છે. તો તેમનો થનારો પતિ પલાશ મુચ્છલ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલો છે. જેથી કહી શકાય કે, પલાશ અને સ્મૃતિના લગ્નમાં ક્રિકેટ અને બોલિવુડનો જમાવડો જોવા મળી શકે છે. આને લઈ ટીમની કેપ્ટન હરમનપ્રીતે કૌરે મોટું અપટેડ આપ્યું છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પોતાની કેપ્ટનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ હરમનપ્રીત કૌરે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે,આશા છે કે, અમે આખીટીમ સ્મૃતિના લગ્નમાં જશું.

હરમનપ્રીત કૌરે કહ્યું કે, અમે બધા ખેલાડીઓ એકબીજાને ખુબ મિસ કરીએ છીએ. જ્યારે સીરિઝ કે ટૂર્નામેન્ટ પૂર્ણ થવાની હોય છે. તો અમે વિચાર કરતા હોઈએ છીએ કે, અમારી મુલાકાત હવે ક્યારે થશે. કઈ સીરિઝમાં થશે.

તમને જણાવી દઈએ કે,મહિલા ક્રિકેટ ટીમમાં હજુ કોઈ પણ ખેલાડીએ લગ્ન કર્યા નથી. ત્યારે એવા રિપોર્ટ છે કે, 23 નવેમ્બરના રોજ સ્મૃતિ મંધાના અને પલાશ લગ્નના બંધનમાં બંધાય શકે છે. જેથી સ્મૃતિ મંધાના પહેલી એવી મહિલા ક્રિકેટર હશે જે લગ્નના બંધનમાં બંધાશે.

સ્મૃતિ મંધાના માટે આ મોટી વાત હશે કે, તે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ લગ્નના બંધનમાં બંધાશે.ભારતમાં રમાયેલા મહિલા વનડે વર્લ્ડકપમાં સ્મૃતિ મંધાના બીજી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતી.ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં ખુબ મોટી ભૂમિકા નિભાવી હતી.
આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો
