IND vs AUS : ટી-20 સીરિઝમાં બનશે એક, બે નહી પરંતુ 8 રેકોર્ડ, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ ઈતિહાસ રચવાની નજીક
IND vs AUS T20I : ઓસ્ટ્રેલિયા સીરિઝ આવતા વર્ષે શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે ભારતની તૈયારીઓની શરૂઆત દર્શાવે છે. તો આ સીરિઝમાં અનેક રેકોર્ડ તુટી શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સીરિઝની શરુઆત થનારી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટી-20 સીરિઝ રમશે. બંન્ને ટીમે પોતાની છેલ્લી 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી 8માં જીત મેળવી છે. તેમજ 1-1માં હાર મેળવી છે. ત્યારે આ મેચ બરાબરી પર થવાની શક્યતા છે.

ભારતીય ટીમની એક મેચ ટાઈ રહી છે.જ્યારે ઓસ્ટ્રેલિયાની એક મેચમાં વરસાદનું વિધ્ન આવ્યું હતુ. ઓસ્ટ્રેલિયા સીરિઝ આવતા વર્ષે શરુ થનાર ટી-20 વર્લ્ડકપ માટે ભારતની તૈયારીની શરુઆત છે.

જેમાં 15 મેચ રમવાની છે. આ ટી-20 સીરિઝમાં અનેક મહારેકોર્ડ બનશે અને તૂટશે. ત્યારે ચાલો જાણીએ એવા 8 રેકોર્ડ વિશે જે આ ટી-20 સીરિઝમાં બની શકે છે.

હવે આપણે આ મહારેકોર્ડ વિશે વાત કરીએ તો.1, સંજુ સેમસન ભારત માટે 50મી ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવાથી 1 મેચ દુર છે. 2,વોશિંગ્ટન સુંદર ટી20 ઈન્ટરનેશનલમાં 50 વિકેટથી માત્ર 2 વિકેટ દુર છે.3, ટિમ ડેવિડ ટી20 ઈન્ટરનેશનલમાં 100 સિક્સથી 5 સિક્સ દુર છે. 4, જસપ્રીત બુમરાહ ટી20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટથી માત્ર 4 વિકેટ દુર છે.

5,સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલમાં 150 સિક્સથી માત્ર 2 સિક્સ દુર છે. 6, સંજુ સેમસન ટી20 ઈન્ટરનેશનલમાં 1000 રનથી માત્ર 7 રન દુર છે.7, તિલક વર્મા ટી20 ઈન્ટરનેશલ મેચમાં 1000 રનથી માત્ર 38 રન દુર છે. તેમજ 8,મિશેલ માર્શ ટી20 ઈન્ટરનેશનલમાં 2000 રનથી માત્ર 4 રન દુર છે.

આપણે ભારતીય ટીમની જોઈએ તો. સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા,નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ , જિતેશ શર્મા, વરુણ ચક્રવર્તી,અર્શદીપ સિંહ,કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર સામેલ છે.
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો
