IND vs WI : યશસ્વી જયસ્વાલે દિલ્હી ટેસ્ટમાં ફટકારી શાનદાર સદી, સાતમી વખત કર્યો આ કમાલ
દિલ્હી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે શાનદાર ઈનિંગ રમી અને સદી ફટકારી. આ ડાબા હાથના બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં સાતમી વખત આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે તેણે મોટો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો.

યશસ્વી જયસ્વાલ ભલે અમદાવાદ ટેસ્ટમાં ફ્લોપ રહ્યો, પરંતુ તેણે દિલ્હી ટેસ્ટમાં તેની ભરપાઈ કરી. આ ડાબોડી બેટ્સમેને દિલ્હી ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી.

આ યશસ્વી જયસ્વાલની સાતમી ટેસ્ટ સદી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે આ તેની બીજી અને ઘરઆંગણે પહેલી સદી છે. યશસ્વીએ આ સદી સાથે રેકોર્ડ પણ બનાવ્યા.

યશસ્વી જયસ્વાલે સંયમથી ઈનિંગની શરૂઆત કરી. તે સામાન્ય રીતે ઝડપી રન બનાવવા માટે જાણીતો છે, પરંતુ તેણે દિલ્હીની પીચ પર સમય લીધો. તેણે અને રાહુલે 15.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 50 રન ઉમેર્યા.

રાહુલ આઉટ થયો, પરંતુ જયસ્વાલ ટકી રહ્યો, 82 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ તેણે સાઈ સુદર્શન સાથે સદીની ભાગીદારી કરી, સાથે જ 145 બોલમાં પોતાની સદી પણ પૂરી કરી.

યશસ્વી જયસ્વાલ ભારત માટે સૌથી ઝડપી 3,000 રન પૂરા કરનાર ડાબોડી બેટ્સમેન બની ગયો છે, તેણે 71 ઈનિંગ્સમાં આ કમળ કર્યો. ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે 69 ઈનિંગ્સમાં 3,000 રન પૂરા કર્યા છે.

યશસ્વી જયસ્વાલ માત્ર 23 વર્ષનો છે અને તેણે અત્યાર સુધીમાં સાત ટેસ્ટ સદી ફટકારી છે. આટલી નાની ઉંમરે ફક્ત સચિન તેંડુલકરે જ 11 સદી ફટકારી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સદીઓના સંદર્ભમાં જયસ્વાલે પંત અને રાહુલને પાછળ છોડી દીધા છે. બંનેએ WTCમાં છ-છ ટેસ્ટ સદી ફટકારી છે, જ્યારે જયસ્વાલે હવે આ ટુર્નામેન્ટમાં સાત સદી ફટકારી છે. (All Photo Credit : X / BCCI)
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે સદી ફટકારી ફરી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો. યશસ્વી જયસ્વાલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
