જસપ્રીત બુમરાહ કરતા વધુ ખતરનાક બોલર છે કુલદીપ યાદવ, આ બાબતમાં છે નંબર-1
અમદાવાદમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ મેચ પર કબજો જમાવ્યો. સિરાજે ચાર, બુમરાહએ ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી. સુંદરે એક વિકેટ લીધી. કુલદીપને ભલે બુમરાહથી ઓછી વિકેટ મળી હોય, પણ એક બાબતમાં તે બુમરાહથી પણ આગળ છે.

કુલદીપ યાદવનો 11 મહિનાની રાહનો અંત આખરે અમદાવાદમાં આવ્યો. 11 મહિના પછી તેને ટેસ્ટ મેચમાં રમવાની તક મળી. વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ માટે તેમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો.

કુલદીપ યાદવે પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી, જેમાં તેણે બે વિકેટ લીધી હતી. તેણે વેસ્ટ ઈન્ડીઝના બેસ્ટ બેટ્સમેન શાઈ હોપને શાનદાર સ્પિન બોલિંગથી બોલ્ડ કર્યો હતો.

કુલદીપને ભલે બુમરાહથી ઓછી વિકેટ મળી હોય, પણ એક બાબતમાં તે બુમરાહથી આગળ છે. કુલદીપ યાદવ ભારતનો સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતો બોલર છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો બોલિંગ સ્ટ્રાઈક રેટ ફક્ત 36.7 છે.

બુમરાહ 42.4 ના બોલિંગ સ્ટ્રાઈક રેટ સાથે બીજા ક્રમે છે. અક્ષર પટેલ 43.6 સાથે ત્રીજા ક્રમે છે અને મોહમ્મદ શમી 50.2 સાથે ચોથા ક્રમે છે.

વેસ્ટ ઈન્ડીઝની ટીમ પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ફક્ત 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સિરાજે સૌથી વધુ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં, ભારતે રમતના અંતે બે વિકેટે 121 રન બનાવ્યા હતા. (All Photo Credit : X / BCCI)
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ મેચમાં બુમરાહે બતાવ્યો દમ. જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
