IND vs ENG : આ જીતની સામે તો IPLની રોમાંચક જીત પણ કાંઈ ના કહેવાય- શુભમન ગિલ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી લીડ્સના ઐતિહાસિક મેદાન પર શરૂ થશે. આ શ્રેણી શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલે IPL પર એક રસપ્રદ નિવેદન આપ્યું છે. જે ખૂબ જ વાયરલ થયું છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા IPL પર એક ટિપ્પણી કરી છે જે ચર્ચાનો વિષય બની ગઈ છે. શુભમન ગિલે IPLને ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીથી નીચે ગણાવ્યું.

શુભમન ગિલને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું હતું કે ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી અને IPL વચ્ચે તમારા મતે કયું સારું છે, જેના જવાબમાં ગિલે કહ્યું કે સ્વાભાવિક રીતે જ ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી મહત્વપૂર્ણ છે.

ગિલે કહ્યું- તમને કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ આવવાની તક વધું વધુ ફક્ત બે વાર મળે છે. જો તમે શ્રેષ્ઠ છો તો તે ત્રણ વખત થઈ શકે છે, પરંતુ IPL દર વર્ષે આવે છે.

ગિલે કહ્યું- મારું માનવું છે કે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવી એ IPL જીતવા કરતા મોટી વાત છે.

શુભમન ગિલે એમ પણ કહ્યું કે તે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે તે ઈંગ્લેન્ડ સામે 20 વિકેટ લેવા માટે બધા નિષ્ણાત બોલરોને મેદાનમાં ઉતારી શકે છે. (All Photo Credit : PTI)
નવા કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
